નરેન્દ્ર મોદીના નવ વર્ષના સફળ શાસનના ભાગરૂપે ભાજપ દ્વારા હર ઘર સંપર્ક અભિયાનની ઉજવણી
નરેન્દ્ર મોદીના નવ વર્ષના સફળ શાસનની ઉજવણીના ભાગરૂપે થરાદ તાલુકામાં ભાજપ દ્વારા હર ઘર ઘર સંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.થરાદ શહેરમાં દરેક વોર્ડમાં એક અલ્પકાલીન પ્રચારક નિમવામાં આવેલ છે, તે પ્રચારક વોર્ડના સ્થાનિક કાર્યકરો સાથે દરેક ઘરની મુલાકાત લઇને મોદી સરકારની કામગીરીથી લોકોને વાકેફ બનાવી રહ્યા છે.
થરાદ વોર્ડ નં 1માં અલ્પકાલીન પ્રચારક જેહાભાઇએ સ્થાનિક ભાજપ કાર્યકર સાથે દરેક ઘરનો સંપર્ક કર્યો હતો અને લોકોને સરકારની કામગીરીથી વાકેફ કર્યા હતા. ભોરડુ જિલ્લા પંચાયત સિટના ઇન્ચાર્જ પણ કુલ 19 બુથ પર જન સંપર્ક કર્યો હતો અને લોકોને સરકારની યોજનાઓ અંગે માહિતી આપી હતી.