
બનાસકાંઠામાં પલ્લી આઠમની આસ્થાભેર ઉજવણી
નવરાત્રીએ દેવી શક્તિની સાધના આરાધના અને ઉપાસના કરવાના દિવસો ગણવામાં આવે છે જેથી નવરાત્રિમાં લોકો નવ દિવસ સુધી માતાજી ના ઉપવાસ કરી વિવિધ અનુષ્ઠાન પણ કરતા હોય છે ત્યારે ગરબા મહોત્સવ ને લઇ ને ખૈલયા માં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઠેરઠેર નવરાત્રિ પર્વની શ્રદ્ધાપૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે આસો સુદ આઠમ એટલે કે દુર્ગાષ્ટમી ના દિવસે લોકોએ માતાજીનુ વિશેષ
પૂજન અર્ચન કર્યું હતું ગ્રામ્ય વિસ્તારોમાં પલ્લી આઠમ તરીકે ઉજવાતા આજના દિવસે દરેક સમાજમાં તેમની કુળદેવી માતાજી નું પૂજન અર્ચન અને નૈવેદ્ય ધરાવવામાં આવ્યું હતું .
આ બાબતે એક માઈભક્તોને જણાવ્યા પ્રમાણે દરેક સમાજમાં આ દિવસે કુળદેવી ને વિશેષ નૈવેદ્ય ધરાવવામાં આવે છે જેમાં ધંઉ માંથી બનાવેલી વાનગી જેવી કે શીરો ભડકુ. સુખડી ઉપરાંત ચોખા સહિત નો પ્રસાદ ધરાવવામાં આવે છે સાથે માતાજીની ચુંદડી શ્રીફળ ફુલહાર પણ માતાજી ને અર્પણ કરવામાં આવે છે ત્યારે ડીસા સહિત જિલ્લાભરના ગ્રામીણ વિસ્તારોમાં પલ્લી આઠમની આસ્થાભેર ઉજવણી થઇ હતી શહેરી વિસ્તારમાં રહેતા લોકો પણ પોતાના માદરે વતન જઇ પલ્લી ભરવાની પરંપરા જાળવી હતી જેને લઇ ગ્રામીણ વિસ્તારોમાં ધાર્મિક માહોલ સાથે પરંપરાગત રીતે પલ્લી આઠમની આસ્થાભેર ઉજવણી થઇ હતી.