સાવધાન..! ધરોઈ ખાતે મરામત કામગીરીને લઈને : પાલનપુરમાં 2 દિવસ ધરોઈના પાણીનો કાપ
પાણીનો સ્ટોક રાખવા તથા કરકસરપૂર્વક ઉપયોગ કરવા અનુરોધ: પાલનપુર શહેરને પાણી પૂરું પાડતી ધરોઈ ડેમ આધારિત પાણી પુરવઠા યોજના અંતર્ગત ધરોઈની મુખ્ય પાઇપ લાઇન તેમજ પંપિંગ મશીનરીની મરામતને લઈને આગામી 22 અને 23 જુલાઈના રોજ 02 દિવસ ધરોઈનું પાણી શહેરીજનોને મળશે નહીં. 02 દિવસના પાણીના કાપને લઈને પાલનપુર નગર પાલિકા દ્વારા પ્રજાજનો ને પાણીનો સ્ટોક કરવા અને ઘરગથ્થુ પાણીનો કરકસર પૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરાઈ છે.
પાલનપુર શહેરને પીવાનું પાણી પૂરું પાડતી ધરોઈ ડેમ આધારિત પાણી પુરવઠા યોજનાની મુખ્ય પાઇપ લાઇન અને પંપિંગ મશીનરીની મરામતની કામગીરી પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા હાથ ધરવાની થાય છે. જે કામગીરીને લઈને આગામી 22 થી 23 જુલાઈના રોજ 02 દિવસ માટે પાલનપુર શહેરનો પાણી પુરવઠો બંધ રાખવામાં આવનાર છે.
જેથી પાલનપુર નગરપાલિકા સદરહુ સમયગાળા દરમિયાન ધરોઈનું પાણીનો સપ્લાય આપી શકશે નહિ. જેથી પીવા ના પાણીનો તથા ઘરગથ્થું વપરાશના પાણીનો જરૂરીયાત મુજબનો સ્ટોક રાખવા તથા પાણીનો કરકસર પૂર્વક ઉપયોગ કરવા પાલનપુર નગરપાલિકા દ્વારા નગરજનોને અનુરોધ કરાયો છે.