સાવધાન : પીએમ કિસાન યોજનાની લીંક ક્લિક કરતાં જ 3.84 લાખ ઉપડી ગયા

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો સાથે મોબાઇલમાં પીએમ કિસાન યોજનાની લીંક મૂકી સાઇબર ગઠિયાઓ દ્વારા ઓનલાઇન છેતરપિંડીનું કારસ્તાન. જ્યાં પાલનપુર- વડગામ સહિત જિલ્લાની જુદીજુદી દૂધ મંડળીના 1,50,000 ઉપરાંત પશુપાલકો સુધી આ લીંક પહોંચી છે. જેમાં વડગામના સકલાણાના 3 અને મુમનવાસના 1 પશુપાલકના રૂ. 3.84 લાખ ઉપડી ગયા હોવાનું સામે આવ્યું છે. જેમણે સ્થાનિક પોલીસ મથક અને સાયબર ક્રાઇમના હેલ્પલાઇન નંબર ઉપર જાણ કરી છે.

વડગામ તાલુકાના સકલાણાના 3 અને મુમનવાસ ગામના એક પશુપાલકે રૂપિયા ગુમાવ્યા પોલીસ મથક તેમજ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 ઉપર જાણ કરી હતી. પાલનપુર અને વડગામની જુદીજુદી દૂધ મંડળીઓના ગૃપમાં આ લીંક મૂકવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 1,50,000થી વધુ પશુપાલકો સુધી આ લીંક પહોંચી ગઇ છે. આવી ઘટના કોઇને સાથે બની હોય તો તાત્કાલિક સાયબર હેલ્પલાઇન નંબર 1930 ઉપર કોલ કરવા જિલ્લા પોલીસ વડાની કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.