પાલનપુર હાઇવે પર ભુવો પડતા ગાડી ખાબકી: સદનસીબે ગાડી ચાલકનો આબાદ બચાવ

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર હાઇવે પર એરોમા નગર પાલિકાની બેદરકારી સામે આવતા સામાન્ય વરસાદમાં ભુવો પડ્યો હતો. જેમાં એક થાર ગાડી ભુવામાં ખાબકતા અફરાતફરી મચી ગઇ હતી. જોકે, સદનસીબે ચાલકનો આબાદ બચાવ થયો હતો.

પાલનપુર ન્યુ બસ પોર્ટમાંથી ગંદા પાણીના નિકાલ માટે નગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરાઈ હતી. જે કામગીરી દરમિયાન તંત્રની બેદરકારી સામે આવી હતી. જેમાં સામાન્ય વરસાદમાં પણ હાઇવે સર્કલ પાસે હોટલ કેપલ સામે ભુવો પડ્યો હતો. જેમાં એક થાર ગાડી ખાબકી હતી. જેથી ફિલ્મી દ્રશ્યોની જેમ થાર કાર એક ટાયર પર થઇ ગઇ હતી. ત્રણ ટાયર હવામાં રહી ગયા હતા. જોકે, થાર ચાલકનો આબાદ બચાવ થતા જાનહાની ટળી હતી. ઘટનાના પગલે લોકોના ટોળાં એકત્ર થયા હતા. જેઓએ પાલનપુરમાં સામાન્ય વરસાદમાં જ નગર પાલિકાની બેદરકારી સામે આવતા રોષ ઠાલવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.