ડીસામાં રોયલ્ટી વગર રેત ભરી દોડતું ડમ્પર કબ્જે

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : ડીસા પંથકમાં નાયબ પોલીસ અધિક્ષકની ટીમે આકસ્મિક તપાસમાં પાસ-પરમીટ વગર રેતી ભરીને જતું ડમ્પર ઝડપી પાડ્યુ છે. બુધવારે પેટ્રોલિંગ દરમ્યાન ડીવાયએસપીની ટીમે એક ડમ્પરને રોકી પાસ પરમીટ માંગ્યુ હતુ. જાેકે ચાલક પાસે પાસ-પરમીટ ન હોઇ ડમ્પરમાં ભરેલી રેતી સાથે જપ્ત કરી ડીસા રૂરલ પોલીસ સ્ટેશને મુકવામાં આવ્યુ હતુ. આ સાથે ૨૦.૨૦ લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. બનાસકાંઠા જીલ્લાના ડીસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષકની ટીમે સવારે વગર રોયલ્ટીએ રેતી વહન કરતું ડમ્પર ઝડપી પાડ્યુ છે. સવારે ટીમ આખોલ ચોકડી પાસે જાેરબા હોટલની સામે આવતાં ડમ્પરને રોકી રેતી ભરવા બાબતના રોયલ્ટી પાસ માંગ્યા હતા. જાેકે ચાલકે રોયલ્ટી પાસ નહીં હોવાનું જણાવતાં રેતી (કિ.રૂ ૨૦,૭૩૫) અને ડમ્પર (કિ.રૂ. ૨૦,૦૦,૦૦૦) મળી કુલ રૂ.૨૦,૨૦,૭૩૫ નો મુદ્દામાલ જપ્ત કરી ડીસા રૂરલ પોલીસ સ્ટેશને મુક્યો છે. આ સાથે આરોપી અને મદદગાર સામે આઇપીસી ૩૭૯,૧૧૪ અને એમ.એમ.ડી.આર. એક્ટની કલમ ૨૧ મુજબ ગુનો નોંધાવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.