પેટા ચૂંટણી : વાવના ચુવા માં ભાજપના સમર્થનમાં વિશાળ સભા યોજાઈ
જેમ જેમ દિવસો નજીક આવતા જાય છે તેમ તેમ વાવ ની પેટા ચૂંટણી નો પ્રચાર વેગ પકડતો જાય છે.ત્યારે ગતરોજ વાવ તાલુકા ના ચુવા ઉચપા ગંભીર પુરા ગામે ભાજપ ના ઉમેદવાર સ્વરૂપજી ના સમર્થન માં સભા ઓ યોજાઈ હતી.જેમાં આ ત્રણે ગામો માં ભાજપ ના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર ને ભારે સમર્થન મળ્યું હતું.સમગ્ર ચુવા ગામ કેસરિયા રંગે રંગાઈ ગયું હતું.જે પસંગે પૂર્વ સાંસદ પરબતભાઇ પટેલ બ.કાં જિલ્લા પૂર્વ ભાજપ પ્રમુખ ગુમાનસિંહ બાપુ અમીરામ જોશી સહિત અગ્રણી મિત્રો હાજર રહી સભા ને સંભોધી હતી.ચુવા ઉચપા ગભીરપુરા સર્વત્ર કેસરિયો માહોલ જોવા મળ્યો હતો.