
અંબાજીમાં રાવણ દહન,ભગવાન શ્રી રામજીના વેશ ભુષા સાથેની શોભા યાત્રા નિકળી
દેશ ભરમાં આજે દશેરા ની ધામધુમ થી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે યાત્રાધામ અંબાજી માં નવયુવક પ્રગતિ મંડળ તથા દશેરા ઉત્સવ સમિતિ દ્વારા ભગવાન શ્રી રામ સાથે હનુમાનજી રાવણ જેવાં અનેક પાત્રો નાં વેશભુશા ધારણ કરીં એક વિશાળ શોભાયાત્રા અંબાજી શહેર ની નગરયાત્રા એ નિકળવામાં આવી હતી અને જી.એમ.ડી.સી ના મેદાનમાં ઉભા કરાયેલાં 51 ફુટ ઉંચા રાવણ નાં પુતળા નું દહન કરવાં પહોંચ્યાં હતા. શોભાયાત્રા દરમ્યાન હનુમાન અને રાવણ નાં પાત્રો વચ્ચે યુધ્ધ નાં દ્રષ્યો રજુ કરાતાં લોકોમાં ભારે આકર્ષણ નું કેન્દ્ર બન્યુ હતુ.
જ્યારે જીએમડીસી મેદાન માં આખો ને આંજી દે તેવી ભવ્ય આતશબાજી દશેરા પર્વ નું આકર્ષણ કેન્દ્ર બની હતી ને રાવણ નાં પુતળઆ નું દહન કરી વિજ્યોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી જયાં અંબાજી પોલીસ ઇન્સ્પેકટર જી આર રબારી નુ તેમજ ટેમ્પલ ઇન્સ્પેક્ટર પ્રવીણ ગોસ્વામી નુ સન્માન કરાયુ હતું અંબાજી માં રાવણ દહન જોવા અંબાજી સહીત આજુબાજુ નાં ગામડાંઓમાંથી આદીવાસી લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા.જ્યારે વિવિઘ વેશ ભૂષા કરનાર ને સન્માનિત કરાયા હતા.