બનાસકાંઠામાં હાર્ટ એટેકથી BSFના જવાનનું મોત થતા શોક

બનાસકાંઠા
બનાસકાંઠા

રાજ્યમાં દિન પ્રતિદિન હાર્ટ એટેકની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક યુવકના હાર્ટ એટેકના સમાચાર સામે આવી રહ્યા છે. દિયોદરના મકડાલા ગામના BSF જવાન નું હાર્ટ એટેક આવતા મોત થયા હોવાની વિગતો સામે આવી છે. BSF માં ફરજ બજાવતાં રાહુલ ચૌધરી નામક યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે.આ દુ:ખદ ઘટના ત્યારે બની છે જ્યારે BSF જવાન ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના માદરે વતન મકડાલા ગામ આવ્યા હતો અને ફરી પરત ફરજ ઉપર જતી વખતે તેને હાર્ટ એટેક આવતાં મોત થયું છે. જેમાં પોસ્ટિંગ પર જતી વખતે અમદાવાદ રોકાયા બાદ હાર્ટ એટેક આવ્યો હોવાની માહિતી સામે આવી છે.

BSF જવાન રાહુલ ચૌધરીનું પ્રથમ પોસ્ટિંગ પશ્ચિમ બંગાળમાં આવતા જેઓ ફરજ પર જઈ રહ્યા હતા. રાહુલ ચૌધરીના દેહને દિયોદરના મકડાલા ગામે લાવી BSF દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. જ્યારે BSF જવાનની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા.આ તરફ ડૉક્ટરો દ્વારા હાર્ટ એટેકથી કેવી રીતે બચી શકાય તેમાં જણાવ્યું છેકે, દરરોજ અડધો કલાકથી 45 મિનિટ સુધી કસરત કરો. સ્વસ્થ આહાર લો. જે પણ લીલા શાકભાજી કે ફળો મોસમી હોય તે ખાઓ. અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ, પ્રોસેસ્ડ ફૂડ, તૈયાર ખોરાક, વધુ પડતા તળેલા ખોરાક વગેરેનું સેવન ન કરો. તણાવ ન લો અને પૂરતી ઊંઘ લો. સામાજિક જીવનમાં ખુશ રહેવાનો પ્રયાસ કરો


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.