અમીરગઢ બોર્ડર પરથી ૭૯ લાખ કેશ ભરેલ બ્રેઝા પકડાઈ
અમીરગઢ ગુજરાત રાજસ્થાન બોર્ડર પરથી ગાડી માં ૭૯ લાખ કેસ સાથે એક ઇસમની અટકાયત રાજસ્થાનનાં સિરોહીથી ગુજરાત ના અમદાવાદ જઈ રહી હતી ગાડી અમીરગઢ ગુજરાત રાજસ્થાન ને જોડતી બોર્ડર પર ચેકીંગમાં ઝડપાઈ.
અમીરગઢ ગુજરાત રાજસ્થાન ને જોડતી અમીરગઢ બોર્ડર પર અમીરગઢ પોલીસ સ્ટાફ રૂટિન ચેકીંગ દરમ્યાન રાજસ્થાન થી આવતી અને ગુજરાત તરફ જતી બ્રેઝા કાર માંથી ૭૯ લાખ રૂપિયા પકડી પાડયા છે આં અંગે આં રૂપિયા ક્યાંથી ક્યાં લઇ જવાતા હતા શા માટે કોને આપવાનાં હતા તે દિશામાં અમીરગઢ પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યા જેમાં અમદાવાદનાં સાહિલ પ્રકાશ પ્રજાપતિ ની પોલીસે અટક કરી પૂછ પરછ હાથ ધરી.