બ્રહ્મ સમાજ દ્વારા વકફ બોર્ડ હટાવવા જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું
ભારત સરકાર દ્વારા વકફ બોર્ડ ના કાયદામાં સુધારા હાથ સાથે નું બિલ લોકસભા માં રજુ કર્યું છે. જે બિલ હાલ માં જોઇન્ટ પાર્લામેંન્ટ્રી કમિટી પાસે મૂકવામાં આવેલું છે. જેના સંદર્ભ માં આજ રોજ પાલનપુર ખાતે બ્રહ્મ સમાજ ના યુવાનો દ્વારા જન જાગૃતિ અભિયાન હાથ ધર્યું હતું.
આ અંગે બ્રહ્મ સમાજ ના અગ્રણી મનોજભાઇ ઉપાધ્યાય જણાવ્યું હતું કે, વકફ બોર્ડ ભારત ના બંધારણ ના મૂળ ભાવના થી વિરૃદ્ધ છે. કોઈપણ ની જમીન ડાયરેક્ટ લઈ લેવી એ મૂળ ભાવના પર ઠેસ પહોંચાડે છે. સરકાર ના પ્રયાસો સારા છે. લોકો જાગૃત થઈ સરકારને સમર્થન આપે એ માટે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માં રમેશભાઈ પુરોહિત, નિખિલ જોશી, દેવેન્દ્ર ત્રિવેદી, સાંવન જોષી, મયુર જોષી, મનીષ જોષી સહિત વિવિધ યુવાનો જોડાયા હતા.