સર્વિસ રોડ નીં બન્ને બાજુ વરસાદી પાણી ભરતા વાહન ચાલકો અવર જવર માટે મુશ્કેલી
શિહોરી ચાર રસ્તા પર હાઇવે ઓથરિટી દ્વારા બનાવવામાં આવેલ સર્વિસ રોડ નીં બન્ને બાજુ વરસાદી પાણી ભરવાથી વાહન ચાલકો તેમજ ગામજનો ને અવર જવર માટે મુશ્કેલી : કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી માં જ્યાર થી હાઇવે બન્યો ત્યારથી દર ચોમાસામાં હાઇવે ની સર્વિસ રોડ ની બન્ને બાજુ વરસાદી પાણીના કારણે શિહોરી નાં ગામજનો તેમજ તાલુકા નાં કામકાજ માટે આવતી પ્રજા ને તેમજ વાહન ચાલકો ને ભારે હાલાકી વેઠવી પડે છે. અને શિહોરી નાં મેઈન નાળામાં પડેલા જીવલેણ ખાડાઓ કોઈ મોટી ખુવારી સર્જે તે પહેલા ઓથોરિટી દ્વારા પૂરવા જરૂરી છે. અને બન્ને બાજુ ભરાયેલ પાણી નો નિકાલ કરવામાં આવે તેમ શિહોરી નિ જનતા ઈચ્છી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાઇવે ઓથોરિટી દ્વારા બને સાઈડમાં ગટર બનાવવા માં આવેલ છે. તે ખુલ્લી કરી સાફ કરવામાં આવે નહિતર પાણી નાં કારણે શિહોરી માં રોગચાળો ફાટી નીકળવાની દહેસ્ત છે પાણી નાં નિકાલ માટે અવાર નવાર લેખિત મોખીક રજૂઆતો કરવામાં આવેલ છે તો સત્વરે હાઇવે ઓથોરટી ઘટતું કરે તેમ શિહોરી ની જનતા ઈચ્છી રહી છે.