ડીસાની સમશેરપુરા ખાતે આવેલ રબારી સમાજના શૈક્ષણિક સંકુલમાં ચોપડા વિતરણ કરાયું

બનાસકાંઠા
બનાસકાંઠા

વાળીનાથ ધામ અખાડા દ્વારા સંકુલમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને ચોપડા આપવામાં આવ્યા

સંસ્કાર વગરનું શિક્ષણ પણ ઝેર સમાન છે ; સંત રામગીરી બાપુ વાળીનાથ ધામ તરભના બ્રહ્મલીન સંત બળદેવગીરી મહારાજ દ્વારા ધર્મની સાથે આજથી ૬૦ વર્ષ પહેલા શિક્ષણની જ્યોત જગાવી હતી. ત્યારે વર્તમાન મહંત જયરામગીરી બાપુ પણ શિક્ષણ ને લઈ સતત પ્રયત્નશીલ છે. શાળા કોલેજોનું નવું શૈક્ષણિક સત્ર શરૂ થતા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ચોપડાઓની ખૂબ જ જરૂર પડતી હોય છે. ત્યારે વાળીનાથ ધામ દ્વારા ૬૦ હજારથી વધુ ચોપડાઓનું વિતરણ કાર્યક્રમ સમગ્ર ગુજરાતના વિવિધ શૈક્ષણિક સંકુલોમાં કરવામાં આવી રહ્યું છે. જેને લઇ ગતરોજ ડીસા તાલુકાના સમશેરપુરા ખાતે આવેલ રબારી ગોપાલક છાત્રાલય સંચાલિત એમ.એમ દેસાઈ શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓને પણ જયરામગીરીબાપુ ની પ્રેરણાથી સંત રામગીરી મહારાજની ઉપસ્થિતિમાં ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે સંત રામગીરી બાપુ એ કહ્યું હતું કે ચોપડા વિતરણ કરવું કોઈ મોટી વાત નથી પરંતુ વાળીનાથ ધામના દરેક વિદ્યાર્થીઓને આશીર્વાદ મળી રહે તેવો આશય સાથે શિક્ષણમાં પણ ધર્મની બાબત જોડાય અને વિદ્યાર્થીઓ તેમના ચોપડા ખુલતા ભગવાનના દર્શન થાય અને વિદ્યાર્થીઓ ને સંસ્થા પ્રત્યે નો ભાવ જાગે તેમને વધુમાં જણાવ્યું હતું કે સંસ્કાર વગરનું શિક્ષણ ઝેર સમાન છે. જેથી વિદ્યાની સાથે ધર્મનો પણ સમન્વય થયો જોઇએ વિધાર્થીઓ ને પંચલક્ષણની વાત કરી જીવનમાં ઉતારવાનો સંદેશા સાથે વાળીનાથ ધામના આશીર્વાદ પાઠવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.