ડીસામાં પાર્ક કરેલી બોલેરો ગાડી ચોરતી ગેંગ સક્રિય બનતા ફફડાટ

બનાસકાંઠા
બનાસકાંઠા 32

ડીસામાં છેલ્લા ઘણા સમયથી વાહન ચોરીની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે જેમાં બાઇકોની સાથે સાથે કાર ,જીપ જેવા ભારે વાહનોને પણ ચોરી તસ્કરો પોલીસને ચેલેન્જ કરી રહ્યાં હોય તેવુ લાગી રહ્યું છે ત્યારે ડીસામાં ત્રણ હનુમાન મન્દિર નજીક પાર્ક કરેલી બોલેરો જીપ ની ચોરી થવા પામી છે. કોટડા ભાખર ખાતે રહેતા રાજુજી ગંભીરજી ઠાકોર બુધવારની સવારના રોજ તેમની બહેનને
ડિલિવરી હોઈ ડીસા હાઇવે સ્થિત શારદા હોસ્પિટલ ખાતે આવેલા અને તેમની પોતાની બોલેરો જીપ (નમ્બર જી જે ૦૨ બીપી ૯૦૮૨) ત્રણ હુનુમાન મન્દિર નજીક પાર્ક કરી હોસ્પિટલ માં ગયા હતા પણ સાંજે પરત ઘર તરફ જવા ત્રણ હનુમાન મંદિર નજીક પાર્ક કરેલી બોલેરો જીપ લેવા માટે ગયેલા પરંતુ ત્યાં પહોંચતા પાર્ક કરેલી જીપ ત્યાં જાેવા મળેલ નહિ .આસપાસમાં પણ તપાસ કરતા તેમની બોલેરો જીપ મળી આવેલ નહીં જેથી તેમને તેમની જીપ ચોરી થઈ હોય તેવું લાગતા આ મામલે તેમણે ઉત્તર પોલિસ મથકે આ બાબતની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ડીસાથી ચોરાયેલી બોલેરો ગાડી નેનાવા ચેકપોસ્ટથી ઝડપાઈ
ધાનેરા | ધાનેરાના પી.એસ.આઈ. ધાસુરા નેનાવા ચેક પોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતા તે દરમ્યાન એક શંકાસ્પદ બોલેરો જીપ (નં.જીજે.૦ર બી.પી.૯૦૮ર) આવતાં તપાસ અર્થે ઉભી રખાવી સાધનીક કાગળો માંગતાં ડ્રાઈવર ગલ્લાં તલ્લાં કરતાં ચાલક શ્રવણ કુમાર ભાખરા રામ વિશ્નોઈ (રહે. સારણ) કડક પુછપરછ કરતાં ડીસાથી ચોરી કરી હોવાનું જણાવેલ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.