વડગામ તાલુકાના ઘોડિયાલ ગામમાં પ્રેક્ટિસ કરતો બોગસ ડોકટર ઝબ્બે

બનાસકાંઠા
બનાસકાંઠા

વડગામ તાલુકાના ઘોડિયાલ ગામે વડગામ પોલીસે રવિવારે બાતમી આધારે છાપો મારી હોમિયોપેથીની ડીગ્રી ધરાવતા તબીબ દ્વારા એલોપેથીકની પ્રેક્ટિસ કરતા તબીબને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરતા તાલુકામાં ઉઘાડપગા ડોકટરો માં ફફડાટ વ્યાપી ગયો હતો. બનાસકાંઠા જિલ્લામાં ઉઘાડપગા ડોકટરો દ્રારા કોરોના મહામારી દરમિયાન માનવ જિંદગી ઓ સાથે ખીલવાડ કરતા ગૃહવિભાગે આખરે લાલ આંખ કરતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે ત્યારે વડગામ તાલુકાના ઘોડિયાલ ગામે એક ઈસમ ખાનગી પ્રેક્ટિસ કરતો હોવાની બાતમી મળતા વડગામ પીએસઆઇ રબારી સહિતનો સ્ટાફ ઘોડિયાલ ગામે આવેલ માહી ક્લિનિક ઉપર રેડ કરી મેડિકલ સર્ટી માંગતા તેઓએ ઇલેક્ટ્રો હોમિયોપેથી (દિલ્હી) નું સર્ટી રજૂ કર્યું હતું. જેથી પોલીસે વડગામ મેડિકલ ઓફિસર ને બોલાવી દવાઓ તપાસતા હોમીઓપેથી ની ડીગ્રી હોવા છતાં એલોપેથી ની પ્રેક્ટિસ કરતા હોવાનું જણાઇ આવતાં વડગામ પોલીસે વિવિધ દવાઓ સહિત ઇન્જેક્શનો તેમજ બીપી માપવાનું ઇન્સ્ટમેન્ટ અને સ્ટેથોસ્કોપ મશીન જપ્ત કરી હોમિયોપેથીની ડીગ્રી ધરાવતા હોવા છતાં એલોપેથીની દવા આપતા માનવ જિંદગી સાથે ખીલવાડ કરનાર તબીબ ભીખાભાઇ પોપટલાલ રાવલ રહે. ઘોડિયાલ તા. વડગામ વિરુદ્ધ વડગામ પોલિસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા તાલુકામાં ઉઘાડપગા તબીબો માં ફફડાટ વ્યાપી ગયો હતો. વડગામ તાલુકાના અંતરિયાળ ગામો સહિત છાપી, મેતા, બસુ, માહી, ચાંગા, મજાદર, તેનીવાડા, મેમદપુર, જલોતરા સહિતના અનેક ગામોમાં ઉઘાડપગા ડોકટરો દ્વારા ઊંટવૈદુ કરતા હોવાની બુમરાડ ઉઠવા પામી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.