અમીરગઢ બનાસનદીમાં યુવક ની લાશ મળી : બે દિવસ અગાઉ યુવક ગુમ થયો હતો
આજરોજ અમીરગઢ બનાસ પર બનાવેલ ચેકડેમ માથી લાશ મળી આવી: અમીરગઢ બનાસનાદીમાંથી યુવકની લાશ મળી અમીરગઢનો યુવક લાલજી ગોબરાજી ખોડલિયા બે દિવસ અગાઉ ગુમ થયો હતો જેની પરિવારજનો બે દિવસથી શોધખોળ હાથ ધરી હતી જેના પગલે આજે અમીરગઢ બનાસ નદી પર બનાવેલ ચેકડેમમાથી યુવકની લાશ મળી આવી એન.ડી.આર.એફ અને સ્થાનિક તરવૈયા દ્રારા યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
ભારે જહેમત બાદ એન ડી આર એફ અને સ્થાનિક તરવૈયાની મદદ થી ઊંડા પાણીમાંથી યુવકને શોધી કાઢ્યો હતો યુવક લાલજી ગોબરાજી ખોડલિયાના ની લાશને પીએમ માટે અમીરગઢ સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી ઘટના સ્થળે અમીરગઢ મામલતદાર ટીડીઓ સહિતના અમીરગઢના અધિકારીઓ બનાવ સ્થળે પહોંચ્યા હતા