
અંબાજી પંથકમાં સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા, ધીમે ધારે કમોસમી વરસાદની શરૂઆત
હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે ફરી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ત્યારે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા ધીમી ધારે કમોસમી વરસાદની શરૂઆત થઈ છે. સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી, દાંતા અને આજુબાજુના વિસ્તારમાં આજે સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ત્યારે આકાશમાં કાળા ડિંબાગ વાદળો છવાતા તેજ પવનો સાથે ફરી એકવાર કમોસમી વરસાદની શરૂઆત થઈ છે.
દાંતા તાલુકામાં 28/5/2023 ના રોજ વાવાઝોડા સહિત ધમાકેદાર વરસાદની શરૂઆત થઈ હતી. જેને લઈને ખેડૂતો અને વેપારીઓને પણ નુકસાન સર્જાયું હતું. ત્યારે આજે ફરી હવામાન વિભાગની આગાહી વચ્ચે યાત્રાધામ અંબાજી, દાંતા અને આજુબાજુના વિસ્તારમાં કમોસમી વરસાદની શરૂઆત થઈ છે. ત્યારે સવારથી જ આકાશમાં કાળા ડિંબાગ વાદળો છવાયા હતા અને ધીમીધારે વરસાદની શરૂઆત ફરી એકવાર થઈ છે. તો કમોસમી વરસાદ વારંવાર થતા ખેડૂતોના પાકને મોટું નુકસાન સર્જાયું છે. ત્યારે ફરી આ કમોસમી વરસાદને લઈને ખેડૂતોના માથે ચિંતાની લકીરો ખેંચાઈ છે.