રાહુલ ગાંધીના અનામત વિરોધી નિવેદન સામે ભાજપના ધરણાં
ચૂંટણી ટાણે બંધારણ બચાવવાની વાતો કરનારા વિદેશની ધરતી પરથી બંધારણ ખતમ કરવાની વાતો કરે છે:- ભાજપ
લોકસભાની ચૂંટણી ટાણે બંધારણ બચાવવાની વાતો કરનાર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં અનામત ખતમ કરવાના આપેલા નિવેદન સામે ભાજપે દેશવ્યાપી ધરણાંનો કાર્યક્રમ યોજ્યો છે. ત્યારે પાલનપુર ખાતે પણ બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શિત કરી ધરણાં યોજવામાં આવ્યા હતા.
અમેરિકાની ધરતી પરથી અનામત ખતમ કરવાના કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આપેલા નિવેદન સામે ભાજપે વિરોધ પ્રદર્શિત કર્યો છે. ત્યારે પાલનપુર ખાતે પણ બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા ધરણાં યોજી વિરોધ વ્યક્ત કરાયો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને સાંસદ બાબુભાઈ દેસાઈએ વિદેશની ધરતી પર આપેલા રાહુલ ગાંધીના નિવેદનને વખોડી કાઢતા 1975માં કટોકટી લાદનાર કોંગ્રેસને લોકશાહીનું હનન કરનારી પાર્ટી ગણાવી હતી. આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, જિલ્લા ભાજપ ના હોદ્દેદારો સહિત ભાજપના કાર્યકરોએ ઉપસ્થિત રહી કાળી પટ્ટી ધારણ કરી વિરોધ જતાવ્યો હતો.