અંબાજીમાં ભાજપ દ્વારા નીતિશ કુમારના પૂતળાનું દહન કરાયું

બનાસકાંઠા
બનાસકાંઠા

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. હાલમાં દિવાળીનો ઉત્સવ ચાલી રહ્યો છે. ત્યારે અંબાજી ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવી રહ્યાં છે. ત્યારે આગામી 15 નવેમ્બરના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અંબાજી ખાતે આવનાર છે. આજે અંબાજી ભાજપ મંડળ દ્વારા 51 શક્તિપીઠ સર્કલ પર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.

આજરોજ અંબાજી 51 શક્તિપીઠ સર્કલ ઉપર અંબાજી ભાજપ મંડળ દ્વારા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકઠા થયા હતા. અંબાજી ભાજપના કાર્યકર્તાઓ દ્વારા નીતિશ કુમારનો ભારે વિરોધ કરાયો હતો અને કાર્યકર્તાઓ જુતે મારો, જુતે મારો નીતિશ કુમાર કો જુતે મારો ના નારા લગાવ્યા હતા. ત્યારબાદ નીતિશ કુમારનું પૂતળું લાવવામાં આવ્યું હતું અને આ પૂતળાને મહિલા અને પુરુષ કાર્યકર્તાઓ દ્વારા ચંપલ મારવામાં આવ્યા હતા અને ત્યારબાદ નીતિશ કુમારના પૂતળાનું દહન કરાયુ હતું. બિહારના મુખ્યમંત્રીએ જે પ્રકારે વિવાદિત ટિપ્પણી કરી હતી, તેના પગલે સમગ્ર દેશમાં વિરોધ ગુંજી ઉઠ્યો હતો. અંબાજી ભાજપ મહિલા મોરચો પણ હાજર રહ્યો હતો.બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર જે પ્રકારે વિધાનસભાની અંદર અને વિધાન પરિષદમાં જન સંખ્યા નિયંત્રણને લઇને વિવાદિત ટિપ્પણી કરી હતી, જે પગલે સમગ્ર દેશમાં ભારે વિરુદ્ધ જગ્યા જગ્યાએ જોવા મળ્યો હતો, આજે અંબાજી ખાતે પણ ભારે વિરોધ જોવા મળ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.