ઘર આંગણાનું પક્ષી : આજે ૨૦ માર્ચે વિશ્વ ચકલી દિવસ…

બનાસકાંઠા
બનાસકાંઠા

(રખેવાળ ન્યૂઝ)લાખણી, તારો વૈભવ રંગમોલ સોનુ ને ચાકર ઘાડું, મારે ફળીયે ચકલી બેસે તે મારુ રજવાડું, ચકલીને માત્ર વિશ્વ ચકલી દિવસે યાદ કરાય છે.પરંતુ કેટલાક પક્ષી પ્રેમીઓ ચકલીને બચાવવા માટે અવનવા પ્રયત્નો કરે છે. ઘર આંગણાનું પક્ષી ચકલી એટલે નાના બાળકોને મન ગમતું પક્ષી. ચકલી એટલે બાળપણની યાદો તાજી કરતું પક્ષી. ભારત દેશને પણ સોને કી ચીડિયાની ઉપમા આપવામાં આવે છે. એજ ચકલી હવે મોબાઈલ ટાવરોના તરંગો અને કોન્ક્રીટના જંગલમાં ખોવાઈ ગઇ છે.

આજે વિશ્વ ચકલી દિવસ નિમિતે માટીના માળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે લુપ્ત થયે જતી આ પ્રજાતિને બચાવવા નક્કર પગલા લેવામાં નહિ આવે તો આવનારી પેઢીને ચકલી સોશિયલ મીડિયામાં અને માત્ર ફોટાઓમાં જ જાેવી પડશે.

આ બાબતે ઝેરડાના માટી કલાના કસબી કારીગર અને જીવદયા પ્રેમી સલ્લુભાઈ સુમરાએ જણાવ્યું કે,ઘરના આંગણે કૂદતી ચહેકતી ચકલી આજે માણસથી રિસાઇ ગઇ છે. આ રિસાયેલી ચકલીને મનાવવા લોકો હવે જાગૃત બન્યા છે. ચકલીની ચિચિયારી પાછી લાવવા પક્ષી પ્રેમીઓ મેદાને પડ્યા છે. જાે તેના સંરક્ષણ માટે પ્રયાસ કરવામાં નહીં આવે તો માત્ર તસ્વીરોમાં જ સમાઇ જશે. આથી રિસાયેલી ચકલીને આપણે ઘરે ચકલી માળા ગોઠવીને મનાવવી પડશે.

ત્યારે આજે ૨૦ માર્ચે ચકલી દિવસની ઉજવણી કરીને ચકલીની જાળવણી કરવા ઘર આંગણે માળા મૂકીએ તો આ લુપ્ત થતા જીવને બચાવી શકાશે.તેના માટે સંકલ્પ કરીએ તો જ ઉજવણી સાર્થક ગણાય.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.