
ડીસામાં સાંઈબાબા મંદિર નજીકથી બાઇકની ચોરી
ડીસા તાલુકાના ચંદાજી ગોળીયા ખાતે રહેતો યુવક પોતાનું બાઇક સાંઈબાબા મંદિર નજીક પાર્ક કરી શાકમાર્કેટમાં નોકરી ગયો હતો. બાદમાં પરત આવતા પાર્ક કરેલું બાઇક કોઈ ચોરી જતા તેણે આ મામલે ફરિયાદ નોંધાવી છે.
ચંદાજી ગોળીયા ખાતે રહેતા ભેરારામ ખેંગારામ માળી ડીસા શાકમાર્કેટમાં નોકરી કરે છે જેઓ ગત તા. ૧૪/૪/૨૩ ના સવારે પાંચ વાગે પોતાનું હીરો કમ્પનીનું બાઇક (નમ્બર જી જે ૦૮ સી એન ૮૩૫૫) લઈને ડીસા શાકમાર્કેટમાં નોકરી ઉપર આવવા નીકળ્યા હતા અને પોતાનું બાઇક સાંઈબાબા મંદિરના ગેટ નજીક પાર્ક કરી શાકમાર્કેટમાં ગયા હતા.
થોડા સમય બાદ પરત આવતા પાર્ક કરેલું બાઇક ત્યાં જોવા મળેલ નહિ.આસપાસમાં પણ તપાસ કરતા બાઇકનો ક્યાંય પતો લાગેલ નહીં. જેથી બાઇકની ચોરી થયાનુ માલુમ પડતા આ મામલે તેઓએ સીટીઝન ફસ્ટ પોર્ટલ ઉપર ઇ- ફરીયાદ નોંધાવેલ.પોલીસે તેમની ફરિયાદ આધારે વધુ તપાસ હાથ ધરી છે.