ડીસામાં ફુવારા સર્કલ પાસેથી દિન દહાડે બાઈકની ઉઠાંતરી, બાઈક ચોરી કરનારો શખ્સ સીસીટીવીમાં કેદ

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણાં સમયથી વાહન ચોર ટોળકી સક્રિય બની છે. તેમાં આજે ડીસા શહેરમાં ફુવારા સર્કલ પાસેથી વધુ એક બાઈકની ઉઠાંતરી થઈ હોવાની ઘટના બની છે. જેમાં કમલેશ ગેલોત પોતાનું બાઈક ભગવતી જંકશન આગળ પાર્ક કરી કામ અર્થે ગયા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ પાર્ક કરેલી બાઇકની ચોરી કરી ગયો હતો.

જે બાઈક ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી. પરત આવતા જ કમલેશને પાર્ક કરેલી જગ્યાએ પોતાનું બાઈક નજરે ન પડતા બાઈકની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. જે અંગે તેણે ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે જાણ કરતા જ પોલીસે અજાણ્યા બાઈક ચોરની શોધખોળ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.