
દાંતીવાડા સરદાર કૃષિ યુનિવર્સિટીની અંદર જવાના રસ્તા પર બાઇક ચાલક ઝાડ સાથે અથડાતા મોત નીપજ્યું
રખેવાળ ન્યૂઝ, ડીસા દાંતીવાડા સરદાર કૃષિ નગર યુનિવર્સિટી અંદર જવાના મુખ્ય રસ્તા પર બાઇક સવારને અકસ્માત નડતા ગંભીર રીતે ઘાયલ યુવકનું મોત નીપજ્યું હતું.
દાંતીવાડા કોલોની તરફથી યુનિવર્સિટી અંદર જતા પહેલા અને બીજા વી ગેટની વચ્ચે યુવક કોઈ કારણોસર બાઈક લઈ જતી વેળાએ રોડની સાઈડમાં ઉભેલા ઝાડ સાથે અથડાઈ પડ્યો હતો જ્યાં યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા લોહી લુહાણ હાલતમાં પછડાઇ પડ્યો હતો.
બનાવના પગલે યુવકને હોસ્પિટલ ખસેડાયો હતો પરંતુ યુવકને હોસ્પિટલ પહોંચાડે તે પહેલા સુનીલ બારોટ નામનો યુવક ટૂંક સમયમાં મોતને ભેટયો હતો. અકસ્માતમા મૃત્યુ પામનાર સુનિલ બારોટ જે હાલ રહે દાંતીવાડા કોલોની અને મૂળ વતન ખેરાલુ હોવાની વિગતો પ્રાપ્ત થઈ હતી.