
ધાનેરાના જીવાણા-જડિયા રોડ પર અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા બાઈકચાલકનું મોત
ધાનેરાના જીવાણા જડિયા રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં એક વ્યકિતનું મોત નિપજ્યું છે. અજાણ્યા વાહનચાલકે બાઈકસવારને ટક્કર મારતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. રાત્રી દરમિયાન નારાયણભાઈ પ્રજાપતિ બાઈક લઈને જીવાણાથી જડીયા જતા બલરામ પેટ્રોલ પંપ પાસે અજાણ્યા વાહને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાજ બાઈક ચાલાક રોડ પર પટકાતા જ તેમનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. ધાનેરા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.