લાખણીના મોટા કાપરામાં બસની ટકકરે બાઈક સવાર યુવકનું મોત
કાકા ગંભીર હદે ઘવાયા : બસ ચાલક વિરુદ્ધ ગુનો દાખલ: લાખણી તાલુકાના મોટા કાપરા ગામના કટમાં બેફામ ઝડપે દોડતી બસે બાઇકને ટક્કર મારતા બાઈક ઉપર સવાર ભત્રીજાનું મોત નીપજ્યું હતું જ્યારે કાકા ગંભીર હદે ઘવાયા હતા.
મળતી માહિતી મુજબ ડીસા તાલુકાના સોત્તમલા ગામના ભરતભાઈ અમરતભાઈ પરમાર અને તેનો ભત્રીજો વિકાસ (ઉંમર વર્ષ 17) બાઈક લઈને કાતરવા ગામે ગયા હતા ત્યાંથી પરત આવતા મોટા કાપરા ગામના ભયજનક કટમાં સામેથી પૂરી ઝડપે આવી રહેલી બસના ચાલકે ટક્કર મારતા બાઈક ઉપર સવાર વિકાસનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે ભરતભાઈ ગંભીર હદે ઘવાયા હતા અકસ્માતની જાણ થતા પોલીસ દોડી આવી હતી અને મૃતકની લાશ પીએમ અર્થે ખસેડી ઘવાયેલને સારવાર સારવાર અર્થે ખસેડ્યા હતા. આ બાબતે નોંધાયેલ ફરિયાદના આધારે પોલીસે બસ ચાલક વિરુદ્ધ ગુનોનોંધી વધુ તપાસ હાથ ધરી છે.બોર્ડની પરીક્ષાનું છેલ્લું પેપર આપ્યા બાદ યુવકનું મોત નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી છવાઈ છે.