જુનાડીસા હાઇવે ઉપર એસટી બસની ટકકરથી બાઇક ચાલકને ગંભીર ઈજા

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા -પાટણ હાઇવે ઉપર આવેલ જુનાડીસા ગામના હાઇવે રોડના ચાલતા નવીનીકરણના કામ દરમ્યાન વાસણા ત્રણ રસ્તે બસની અડફેટે આવેલ બાઇક ચાલક ગંભીર હદે ઘવાયો હતો. જુનાડીસા હાઇવે ઉપર કોરોના અગાઉ ટ્રાફિકને નડતર રૂપ દબાણો હટાવી લેવાયા હતા પરંતુ હાલમાં આ દબાણો રાબેતા મુજબ થઈ ગયા છે. તેથી હાઇવે રોડ સાંકડો બની જતા ટ્રાફીક સમસ્યા વકરી છે ત્યારે હાલમાં હાઇવે રોડ નવો બનાવવામાં આવી રહ્યો છે પણ તેમાં સ્પીડ બ્રેકર કે બમ્પ ન મુકતા વાહનો બેફામ ઝડપે દોડે છે. તેથી માર્ગ અકસ્માતોની હારમાળા સર્જાઈ છે ત્યારે વધુ એક માર્ગ અકસ્માતની મળતી વિગતો મુજબ જુનાડીસાના નવાપુરા વિસ્તારમાં રહેતો વિપુલ જયંતીજી ઠાકોર નામના યુવકના પ્લેટીના બાઇકને વાસણા ત્રણ રસ્તે બસના ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.જેના પગલે લોકોના ટોળેટોળાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને ઘવાયેલા બાઇક ચાલકને ૧૦૮ વાન દ્વારા સારવાર અર્થે ખસેડાયો હતો. રોષે ભરાયેલા લોકોએ હાઇવે ઉપરના ચાર અને ત્રણ રસ્તા તથા વળાકોમાં સ્પીડ બ્રેકર બનાવવાની ઉગ્ર માંગ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.