દિયોદરના કોતરવાડા- સનેસડા રોડ ઉપર ટ્રેક્ટરની ટકકરે બાઈક ચાલકનું મોત

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે આજે કોતરવાડા સનેસડા રોડ પર બાઈક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવાર સંજય નટાજી ઠાકોર (ઉ.વ.૨૬) નું મોત નીપજ્યું છે. જેમાં મરણ જનાર સંજય બાઈક લઇ કોતરવાડા ગામે પાઇપનો શોકેટ લેવા માટે ગયા હતા અને કોતરવાડાથી સનેસડા પરત આવતા હતા તે વખતે સનેસડાથી કોતરવાડા તરફ ટ્રેકટર (નં.જીજે.૦૯.એડી.૫૪૯૨) ના ચાલકે ટ્રેકટર પુર ઝડપે ચલાવી સંજયના બાઈકને સામેથી ટક્કર મારી હતી. જેથી સંજયને શરીરના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર મુકી ત્યાંથી નાસી છૂટ્યો હતો. બનાવના પગલે સ્થાનિકો એકત્ર થઈ પોલીસ તેમજ ૧૦૮ ને જાણ કરી હતી. જે બાદ લાશને સરકારી હોસ્પીટલ દિયોદર ખાતે ખસેડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભાભર તાલુકાના સનેસડા ગામે રહેતા સંજય ઠાકોરના લગ્ન સાત દિવસ અગાઉ વજેગઢ ગામે થયા હતા. જેમાં ભાઈ બહેનને સાટુ હોવાથી બુધવારના બહેન શકુબેનના ઘરે લગ્ન હતા. જેથી સાંજે બહેનને હસતા મોઢે વિદાય આપી સંજય ઠાકોર પોતાનું બાઈક (નં. જીજે.૦૮.સીએફ.૩૮૮૫) લઈ કોતરવાડા ગામે કામ અર્થે ગયો હતો અને મોડી સાંજે ઘરે પરત ફરતી વખતે રસ્તામાં અકસ્માત નડ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.