ધાનેરામાં બિહારવાળી : સીએનજી પંપના કર્મીઓ ઉપર ફિલ્મીઢબ્બે હુમલો

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં શુક્રવારની મોડી સાંજે સીએનજી પંપ પર ત્રણ રીક્ષા ચાલકોએ લાઈનમાં આવવા બાબતે પંપના કર્મચારી ઉપર જીવલેણ હુમલો કર્યો હતો.ધાનેરાના ગુરુકૃપા સીએનજી પંપ પર વાહનોની લાંબી કતારો સીએનજી ભરાવવા માટે લાગી હતી. તે દરમિયાન એક રીક્ષા ચાલક સીધો જ સીએનજી ભરાવવા માટે પંપ પાસે પહોંચી ગયો હતો. જેથી કર્મચારીએ તેને લાઈનમાં ઉભા રહેવા માટે જણાવતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જેથી ઉશ્કેરાયેલા રીક્ષા ચાલક સહિત ત્રણ શખ્સોએ સીએનજી પંપના કર્મચારી ઉપર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. અને પંપના કર્મચારીને માર માર્યો હતો.એટલું જ નહીં, કર્મચારી ભાગીને ઓફિસમાં જતા ત્યાં આવીને પણ ચપ્પુ મારવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈ દહેશતનો માહોલ છવાયો હતો.

સમગ્ર બનાવ કેમેરામાં કેદ થયો
બનાવની જાણ થતાં પંપના માલિક દોડી આવ્યા હતા અને ત્રણ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો. જેમાં તેમણે પંપ ઉપર હુમલો કરનાર ત્રણેયના સીસી કેમેરાના ફૂટેજ પણ પોલીસને આપ્યા હતા જેના આધારે પોલીસે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન
કર્યા છે.

અહીં પોલીસ પણ અચકાય છે ?
રાજસ્થાનને અડીને આવેલા ધાનેરામાં છેલ્લા ઘણા સમયથી ગુના ખોરીનો ગ્રાફ ઊંચકાયો છે પોલીસ તેમની વિરુદ્ધ ફરીયાદ પણ લેતા અચકાતી હોવાની ચર્ચાઓ છે. જેના કારણે અસામાજીક તત્વોને મોકળું મેદાન મળી ગયું છે. તેથી તેઓ જાહેરમાં કાયદો હાથમાં લેતા આમ પ્રજામાં દહેશતનો માહોલ છવાયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.