બનાસડેરી તરફથી પશુપાલકોને મોટી ભેટ દૂધમાં પ્રતિ કિલો ફેટ પર રૂ.૨૫નો વધારો

બનાસકાંઠા
બનાસકાંઠા

(રખેવાળ ન્યૂઝ)પાલનપુર, દૂધ ઉત્પાદકોનો દૂધના વ્યવસાય થકી આર્થિક વિકાસ થાય તે હેતુથી ચેરમેન શંકરભાઇ ચૌધરી દ્વારા કરાયો ર્નિણય. એશિયાની નંબર વન બનાસડેરી સાથે જાેડાયેલા દૂધ ઉત્પાદકોની પશુપાલનના વ્યવસાય થકી આર્થિક ક્ષેત્રમાં પ્રગતિ થાય અને આર્ત્મનિભર બને તે હેતુથી બનાસડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.૨૫ નો ભાવ વધારો કરવાનો મહત્વપૂર્ણ ર્નિણય કરવામાં આવ્યો છે.

આ ર્નિણયથી જિલ્લાના સાડા ચાર લાખ પશુપાલકોને લાભ થશે. સમગ્ર એશિયામાં બનાસડેરી દૂધ સંપાદનમાં અગ્ર સ્થાને છે અને વિક્રમ જનક દૂધની આવક હોવા છતાં પણ એક પણ દિવસ પશુપાલકો જાેડેથી દૂધ લેવાનું બંધ નથી રાખ્યું ત્યારે બનાસડેરી દ્વારા દૂધના ફેટના ભાવમાં ૨૫ રૂપિયાનો વધારાની જાહેરાત પશુપાલકો માટે એક આનંદના સમાચાર છે, જે મહત્વપૂર્ણ પણ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.