
ભીલડી ખાતે 27 શાળાઓના વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો
ડીસાના ભીલડી ખાતે 27 શાળાઓના બાળકો માટે સંસ્કાર સિંચય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 10 હજારથી વધુ બાળકોએ મૂલ્યયુક્ત શિક્ષણ મેળવવાની સાથે ચા,સોપારી અને મોબાઈલનો સંપૂર્ણપણે ત્યાગ કર્યો હતો.જેમાં વિજય તપોરત્ન સૂરીશ્વરજી મહારાજાના શિષ્ય કલ્પરક્ષિત વિજયજી મહારાજ અને જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં શ્રી આદર્શ વિદ્યાલય ભીલડી ખાતે 27 હાઈસ્કૂલોના વિદ્યાર્થીઓ માટે સંસ્કાર સિંચય કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ગુરુ મહારાજે વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને સંસ્કારોનું મહત્વ સમજાવ્યું હતુ.ત્યારબાદ ગુરુ ભગવંતે 27 હાઈસ્કૂલોના આચાર્ય તેમજ શિક્ષકોની બેઠક કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતુ. આમ આ કાર્યક્રમ દરમિયાન 27 માધ્યમિક શાળાના 10 હજારથી વધુ બાળકોએ ચા,સોપારી અને જરૂરી ન હોય ત્યાં મોબાઈલનો સંપૂર્ણપણે ત્યાગ કર્યો હતો.આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી નરેન્દ્રસિંહ ચાવડા,પૂર્વ જિલ્લા મહામંત્રી ભારતસિંહજી ભટેસરિયા,25થી વધુ ગામોના સરપંચો,આચાર્યો,શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.