ભીલડી પોલીસે બે દુકાનમાં ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી દીધો

બનાસકાંઠા
બનાસકાંઠા 234

ડીસા તાલુકાના વેપારી મથક ભીલડીમાં બે દુકાનમાં ચોરી કરનાર રાજસ્થાનના આરોપીને પોલીસે ઝડપી પાડી જેલ હવાલે કરી દીધો હતો. ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલાતા નાના મોટા તમામ વેપારીઓએ હાશકારો અનુભવ્યો હતો.ભીલડીમાં મહિલા પી. એસ.આઇ. ની તાજેતરમાં બદલી થતા અસામાજીક તત્વો પોતાનો દાવ અજમાવવા લાગ્યા હતા. જેમાં ગત તા.૧૯/૭/૨૦૨૧ ની એક જ રાતમાં તસ્કરોએ કરિયાણા અને રેડીમેડની દુકાનને નિશાન બનાવી રોકડા રૂ.૪૮૦૦ અને એક જાેડી કપડાંની ચોરી કરી હતી. બે દુકાન શટરના તાળા તૂટતા કોરોના કાળમાં ભીંસમાં મુકાયેલા વેપારીઓ ફફડી ઉઠ્‌યા હતા. આ બાબતે નોંધાયેલી ફરીયાદના આધારે નવનિયુક્ત પી.એસ. આઈ. આર. જે. ચૌધરી અને સ્ટાફે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં ગતરોજ ચોરી કરનાર આરોપી આમીન સાબિર શાહ (રહે. પીપાડ સીટી, જાેધપુર ) ને ભીલડી રેલવેના નાળા પાસેથી બાતમીના આધારે આબાદ ઝડપી લીધો હતો.જેની કડક પૂછપરછ કરતા તેણે જાેધપુર – ભીલડી ટ્રેનમાં આવી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી અને વધુ ચોરી માટે રોકાયો હોવાનું પણ જણાવ્યું હતું.પોલીસે તેની પાસેથી રોકડા રૂ. ૪૮૦૦, એક મોબાઈલ ફોન અને ચોરી કરવાના સાધનો પણ કબ્જે લઈ તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. તેથી વેપારીઓએ હાશકારો અનુભવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.