ભીલડી પોલીસે બળાત્કાર તથા છેતરપીંડીના ગુનામાં સામેલ મહિલા આરોપી ઝડપી

બનાસકાંઠા
બનાસકાંઠા

૧૧ વર્ષથી નાસતી- ફરતી આરોપી કોસંબા- સુરતથી પકડાઈ: ભીલડી પોલીસે જુદી જુદી ટીમો બનાવી બળાત્કાર અને છેતરપીંડીના ગુનામાં છેલ્લા ૧૧ વર્ષથી નાસતી- ફરતી મહિલા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સને-૨૦૧૩ માં ભીલડી પોલીસ મથકે નોંધાયેલ ગુનાની હકીકત એવી છે કે ફરીયાદી બહેનને તેના પતિ ઈ૨ફાનશા તકદીરશા ફકીર (૨હે.કમરૂનગર ગલી નં-૨ લીંબાયત સુરત તા.જી.સુરત) એ આરોપી મધુબેન નાગજીભાઈ સોલંકી (રહે.કીમ સંજયપાર્ક કોમ્પ્લેક્સ ત્રીજા માળે તા.ઓલપાડ જી.સુરત), શૈલેષગીરી નરશીગીરી ગૌસ્વામી (રહે.મોડવદર તા.અંજાર જી.કચ્છ ભુજ),  શબનમબાનુ સીદીક મોહમદ શેખ (રહે.સુ૨ત લીંબાયત ), વિમલબેન રાજેન્દ્રભાઈ રૂદલભાઈ યાદવ (રહે.તરસાડી કોસંબા જી.સુરત) એ સાથે મળી કાવતરું રચી વિષ્ણુજી જેણાજી ઠાકોર (રહે.મુડેઠા તા.ડીસા) ને વિશ્વાસમાં લઇ તેની સાથે રૂપીયા ૮૦,૦૦૦/- માં પત્ની તરીકે આપવાનો સોદો નક્કી કરી ઠગાઈ કરી ફરીયાદણ બહેનને વેચેલ. ત્યારબાદ વિષ્ણુજીએ ગેરકાયદેસર ગોધી રાખી તેની મરજી વિરૂધ્ધ બળાત્કાર કરી ગુનો કરેલ હતો.

જે તે વખતે પોલીસે પકડાયેલ આરોપીઓ વિરૂધ્ધ ચાર્જશીટ કરી નામદાર કોર્ટમાં મોકલી આપેલ પરંતુ આ ગુનાના આરોપી વિમલબેન રાજેન્દ્રભાઈ રૂદલભાઈ યાદવ (રહે. તરસાડી કોસંબા જી.સુરત) ની અવાર નવાર તપાસ ક૨વા છતાં મળી આવેલ નહી. જેથી તેના વિરૂધ્ધ નામદાર કોર્ટ દ્વારા સી.આર.પી.સી. કલમ- ૭૦ મુજબનું ધરપક્ડ વોરંટ ઇશ્યુ કરવામાં આવેલ પણ તે છેલ્લા અગિયારેક વર્ષથી પોતાની ઓળખ છુપાવી નાસતી ફરતી હતી. જે બાબતે ભીલડી પીએસઆઇ એ. કે. દેસાઈએ ટીમો બનાવી અલગ અલગ માધ્યમથી તપાસ કરાવતા ખાનગી રાહે મળેલ બાતમી આધારે તેણીને કોસંબા મુકામેથી પકડી પાડી કોસંબા પોલીસ સ્ટેશન જી.સુરત ખાતે અટક કરી ભીલડી પોલીસ સ્ટેશન લઈ આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.