ભીલડી જોધપુર સાબરમતી ટ્રેનમાંથી વિદેશી દારૂ સાથે એક ઈસમ ઝડપાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

મળતી માહિતી મુજબ જોધપુર સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં પ્લેટફોર્મ નંબર એક પર ટ્રેન ઊભી રહી તે દરમિયાન ભીલડી રેલવે પોલીસ કોન્સ્ટેબલ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન જનરલ કોચના પાછળ ના ડબ્બામાં એક ગ્રે અને બીજી વાદળી કલરની બેગ લઈ પેસેન્જર બેઠેલ પ્રતાપજી ચતુરજી ઠાકોર એક ગ્રે કલરની ટ્રોલી બેગ અને એક વાદળી કલરની બેગ લઈને જનરલ કોચમાં બેઠો હતો. તેની તલાસી લેતા પ્રતાપજી ચતુરજી ઠાકોર ઉ.વર્ષ ૩૩ ધંધો ડ્રાઈવિંગ રહે મ્યુનિસિપલ સ્કૂલ પાછળ ઠાકોર વાસ નવાવાડજ અમદાવાદ તેની તલાશી લેતા ભારતીય બનાવટના કોટર તથા બીયર ફુલ નંગ ૬૮ કિંમત રૂપિયા ૮૭૭૬ નો વિદેશી દારૂ મળી આવ્યો હતો જે આરોપીને ભીલડી રેલવે પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.