નેનાવા નેશનલ હાઇવે રોડ પર પડેલા ખાડા ને લઈ ભારતીય જનતા પાર્ટીના જંડા લગાવી કરાયો વિરોધ
બિસ્માર બની ચૂકેલા નેશનલ હાઇવે ના વિરૂદ્ધમાં પ્રજાએ ભારતીય જનતા પાર્ટીના જંડા લગાવી તંત્ર ની આંખો ખોલવાનો પ્રયાસ કર્યો છે. ધાનેરા થી નેનાવા તરફ જતા નેશનલ હાઇવે રોડ પુરે પૂરો બિસ્માર થઈ ચૂક્યો છે. છેલ્લા ત્રણ વર્ષ થી નેશનલ હાઇવે રોડ પર થીગડા મારવામાં આવે છે. જો કે નેશનલ હાઇવે રોડ પર વરસાદનું પાણી પડતા થાવર થી નેનાવા ગામ સુધી નેશનલ હાઇવે પર ઉંડા ઊંડા ખાડાઓ પડી જાય છે. જે ખાડા ની ઊંડાઈ અંદાજે 6 થી 8 ઇંચ જેટલી છે.
જે ખાડાઓના કારણે અવારનવાર નાના મોટા વાહન ચાલકો અકસ્માત નો ભોગ બની રહ્યાં છે, અને વાહનો પણ ખાડા મા પટકાવા નાં કારણે ખોરવાઈ રહ્યા છે. રાત્રી દરમિયાન સામેથી આવતા વાહનો મા LED લાઈટ હોવાના કારણે સામે થી પ્રકાશ પડતા વાહન ચાલક ની આખો અંજાઈ જાય છે. એ સમયે વાહન ચાલકો ને નેશનલ હાઇવે પર પડેલા ખાડાઓનું ધ્યાન રહેતું નથી જેના થકી નાના મોટા અકસ્માત રોજિંદા બની ગયા છે.ગત રાત્રિ એ પણ નેશનલ હાઇવે પર કોટડા નજીક પડેલા ખાડા મા ગાડી નું ટાયર પડતા ગાડી રોડ નીચે ઉતરી ગઈ હતી. જેમાં સવાર મુસાફરો ને નાની મોટી ઈજાઓ થઈ હતી.
ધાનેરા ની પ્રજા નેશનલ હાઇવે થી કંટાળી ઊઠી છે. આજે નાગરિકો એ ખાડા નજીક ભારતીય જનતા પાર્ટી નો ધ્વજ મૂકી તંત્ર ને જગાડવાનો પ્રયત્ન કર્યો છે. કારણ કે જ્યાર થી નેશનલ હાઇવે બન્યો છે.વાહન ચાલકો ને જીવ ના જોખમે ચાલવું પડે છે. સાંજના સમયે ખેડૂતો પોતાના ખેતર માથી બાઈક ઉપર બન્ને બાજુ દૂધ ની બરણી ઓ બાંધી દૂઘ ભરાવા જતી વખતે સામે થી આવતી લાઈટ ના પ્રકાશ થી મોટર સાઇકલ સવાર ખાડાઓ પડી જાય છે. નેંનાવા નેશનલ હાઇવે રોડ રાજસ્થાન રાજ્ય નો જોડતો મુખ્ય માર્ગ છે. સાથે ભારતીય સેના માટે પણ મહત્વનો નેશનલ હાઇવે માર્ગ છે. જો કે વારંવાર રજૂઆત કરવા છતાં ખાડા બાબતે કોઈ નક્કર કામ થતું નથી. જેથી આજે પ્રજા એ ભાજપ સરકાર ને આગળ કરી છે.
અત્યારે ચાલી રહેલા શ્રાવણ માસમાં રણુજા જતાં પદ યાત્રીયો ની સંખ્યા પણ હજારો મા છે. યાત્રાળુ નાં જીવ નો ચિંતા કરી ખાડા મામલે કાર્ય થાય એ જરૂરી છે.