પાલનપુરમાં ભગવાન જગન્નાથજી મોસાળમાં: આજે સુખડીયા પરિવાર દ્વારા ભગવાન જગન્નાથજીનું મામેરું ભરાશે

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર ખાતે અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની 53 મી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ભગવાન જગન્નાથે વાજતે ગાજતે મોસાળ જવા પ્રસ્થાન કર્યું હતું. જ્યાં ત્રિ-દિવસીય ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની 53 મી રથયાત્રાને લઈને પાલનપુરના મોટા રામજી મંદિર ખાતે તડામાર તૈયારી ઓ ચાલી રહી છે. પાલનપુરના શ્રી મોટા રામજી રામજી મંદિર ખાતેથી દર વર્ષે અષાઢી બીજ નિમિત્તે પરંપરાગત રીતે રથયાત્રા યોજાય છે. અંદાજે 13 કિમી રૂટ ધરાવતી રથયાત્રામાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા નગરચર્યાએ નીકળશે. રથયાત્રામાં 800 કિલો મગ, 300 કિલો જાંબુ અને 200 કિલો કાકડી પ્રસાદ તરીકે અપાશે. આ વર્ષે રથયાત્રા દરમિયાન મોસાળુ પાલનપુરના જાણીતા સુખડીયા પરિવારના ત્યાં ભરાશે. ત્યારે ભગવાન જગન્નાથજીએ વાજતે ગાજતે મોસાળ જવા પ્રસ્થાન કર્યું હતું. જ્યાં આજે સુંદરકાંડ અને આનંદ ના ગરબા જેવા ધાર્મિક કાર્યક્રમો માં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

સવારે 10 વાગે પારપડા રોડ પર આવેલ જ્યોતિન્દ્ર સોસાયટીમાં ભગવાનનું મોસાળુ સુખડીયા પરિવાર દ્વારા ભરાવવાનું છે. બાદમાં સાંજે ભગવાન જગન્નાથજી નિજ મંદિરે પરત ફરશે. ત્યારે મોસાળા સહિત રથયાત્રામાં પધારી ભોજન પ્રસાદ નો લાભ લેવા સુખડીયા પરિવારના ભરતભાઇ, જીતુભાઇ અને પ્રણવ ભાઈ સુખડીયાએ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.