પાલનપુરમાં ધો.6,7 અને 8 માં ભગવદ્ ગીતાના પાઠનો વિરોધ કરાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

સ્વયમ સૈનિક દળ દ્વારા એક ધર્મના પાઠ વાળા પુસ્તકો પરત ખેચવા માંગ કરાઇ

તમામ ધર્મના પાઠ વાળા પુસ્તકો બહાર પાડવા કલેકટરને આવેદનપત્ર અપાયું: રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણમા ધો.6,7 અને 8માં ભાગવત ગીતાના બોધપાઠ નો સમાવેશ કરવામાં આવ્યો છે. જેનો પાલનપુર ખાતે સ્વયમ સૈનિક દળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે બિન સાંપ્રદાયિક દેશમાં એક ધર્મના પાઠ બાળકોના સર્વાંગી વિકાસ માટે યોગ્ય ન હોય આ પુસ્તકો પરત ખેંચી તમામ ધર્મના પાઠવાળા પુસ્તકો બહાર પાડવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રમાં પ્રાથમિક શિક્ષણના ધો.6,7 અને 8ના પાઠ્ય પુસ્તકોમાં ભગવદ ગીતાના બોધપાઠનો સમાવશે કરવામા આવ્યો છે. જેને લઈ આ પુસ્તકોનો સ્વયમ સૈનિક દળ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં એક જ ધર્મના બોધપાઠ થી બાળકોમાં કટ્ટરતા ફેલાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી તેમજ બિન સાંપ્રદાયિક દેશમાં એક જ ધર્મના બોધપાઠ થી અન્ય ધર્મ સંપ્રદાયની લાગણી દુભાય નહિ તેમજ દરેક ધર્મના બાળકોના સર્વાંગી વિકાસ માટે બાળકોમાં ઘડતર હેતુ હિન્દુ,મુસ્લિમ,શીખ ઈસાઈ જૈન,બોદ્ધ સહિતના ધર્મના ધાર્મિક મૂલ્યો અને સિદ્ધાંતો ને  સામેલ કરતા બોધપાઠ વાળું એક પુસ્તક બહાર પાડવામાં તેનો અભ્યાસ કરાવવામાં આવે તેમજ સરકાર દ્વારા બહાર પાડેલ ભગવત ગીતાના પાઠ વાળું ધો.6,7અને 8 ના પુસ્તક પરત ખેચવાની માંગ સાથે પાલનપુર ખાતે જિલ્લા કલેકટર આવેદન પત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.