ભાદરવી પૂનમ મહામેળો : ભક્તિ, શક્તિ, તપ અને શ્રદ્ધાનાં જાણે ઘોડાપૂર ઉમટ્યાં
દૂર-દૂરથી પદયાત્રા કરીને આવતા લાખો માઇભક્તોથી ભાદરવી પૂનમનો મહામેળો સોળે કળાએ જામ્યો: વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે ભક્તિ, શક્તિ, તપ અને શ્રદ્ધાનાં જાણે ઘોડાપૂર ઉમટ્યાં છે. ભાદરવી પૂનમનો મહામેળો હવે સોળે કળાએ જામ્યો છે. દૂરદૂરથી પદયાત્રા કરીને અંબાજી આવતા માઇભક્તો માં અંબેના દર્શન કરીને ધન્ય બન્યાં છે.
અંબાજી ખાતે મીની મહાકુંભ માહોલ જામ્યો છે હાથમાં ધજાઓ, મનમાં માત્ર ભક્તિ અને આનંદ, ઉલ્લાસ સાથે લાખો માઇભક્તોના આગમનથી અંબાજી વધુ સોહામણું બન્યું છે. ઘણા યાત્રિકો માતાજીને દંડવત પ્રણામ કરતા દર્શન કરવા આવી રહ્યા છે. દર્શન કરીને પરત ફરતા માઇભક્તોના કપાળે કુમ કુમ તિલક, હાથમાં ચુંદડી અને પ્રસાદ તથા મોં પર ધન્યતા, આનંદ અને સંતોષ જોવા મળે છે. દિવસોથી રાત- દિવસ ચાલીને અંબાજી પહોંચેલા શ્રધ્ધાળુઓ સુખ- સંતોષરૂપ અંબાજીની યાત્રા સંપન્ન કરી પરત ફરી રહ્યાં છે.
જિલ્લા વહીવટી તંત્રની કામગીરી પણ ખૂબ જ સરાહનીય: બનાસકાંઠા જિલ્લાના વહીવટી તંત્રના તમામ વિભાગો દ્વારા ભાદરવી પુનમ ના મહા મેળામાં ખૂબ જ સુંદર કામગીરી કરવામાં આવી રહી છે જેમાં પોલીસ વિભાગ હોય કે આરોગ્ય વિભાગ તમામ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ પદયાત્રીકોને મદદરૂપ થઈ રહ્યા છે જેથી પદયાત્રીઓમાં પણ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
માર્ગો ઉપર હાથ માં ધજાઓ અને માથા પર ગરબો રાખી જતા પદયાત્રિકોથી અનેરો માહોલ સર્જાયો છે: મા અંબાના ધામમાં ભાદરવી પૂનમને લઈ લાખો શ્રદ્ધાળુ લોકો પગપાળા દર્શને જતા હોય છે ત્યારે માર્ગો ઉપર હાથમાં ધજાઓ અને માથા પર ગરબા લઇ ને જતા યાત્રાળુ શ્રદ્ધાળુઓથી અનેરો માહોલ સર્જાઇ રહ્યો છે.
મહા મેળામાં પાંચમા દિવસે 5.98 લાખ થી વધુ શ્રદ્ધાળુનું મહાસાગર છલકાયો: અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહા મેળા નો સોમવારે પાંચમો દિવસ થયો હતો જેમાં અંદાજીત 5.98.253 લાખ શ્રદ્ધાળુ એ માના ધામમાં ઉમટી પડતા મહાસાગર છલકાયો હતો અત્યાર સુધી 22.35 લાખ યાત્રાળુઓએ માના દરબારમાં આવી શીશ નમાવ્યું છે.
પાંચમા દિવસે ની વિગત
યાત્રિકોની સંખ્યા. 5.98.235
ઉડન ખડોલામાં બેસેલા યાત્રિકોની સંખ્યા, 11330
બસમાં મુસાફરી કરેલા યાત્રાળુઓની સંખ્યા. 127830
બસની કુલ ટ્રીપો 2952
ધજા રોહન, 619
ભોજન પ્રસાદ કરનારી યાત્રિકોની સંખ્યા 90520
પ્રસાદ વિતરણના પેકેટ મોહનથાળ 350465
ચીકી પ્રસાદનું વિતરણ પેકેટ સંખ્યા. 6280
ભંડાર ગાદી પર થયેલી આવક 5296419