ભાદરવી ઉત્સવ નો ધમધમાટ : અંબાજી માં ભાદરવી પુનમ ના મેળાની તડામાર તૈયારીઓ

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના માર્ગોવપર ઠેરઠેર નાના મોટા સેવા કેમ્પો પણ શરૂ થઈ રહ્યા છે

ભાદરવી મેળા ને લઇ માઇભક્તો માં પણ અદમ્ય ઉત્સાહ

અરવલ્લીની ગીરીકંદરાઓમાં આવેલો અંબાજી ધામમાં દર વર્ષે ભાદરવી પૂનમ નો સૌથી મોટો મેળો ભરાય છે. ત્યારે આ વર્ષે પણ 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમના મેળાનું આયોજન થયું છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા તેની સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે તેની સાથે પદયાત્રીઓની સેવામાં પણ સતત દિવસ રાત સેવા કરતા સામાજિક સંગઠનો સેવાભાવી માણસો પણ અત્યારે ઠેરઠેર રસ્તા ઉપર કામે લાગી ગયા છે અને વિશાળ સાથે સેવા કેમ્પો પણ શરૂ થઈ રહ્યા છે.

ત્યારે પદયાત્રીઓનો પ્રવાહ પણ ધીરે ધીરે માર્ગો ઉપર ચાલવાનું શરૂ થયું છે જેને લઈને માઈ ભક્તો માં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહયો છે જેને લઇ બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પદયાત્રીઓનો પ્રવાહ અંબાજી તરફ પ્રયાણ સાથે નાના મોટા સેવા કેમ્પો શરૂ થઈ રહ્યા છે અને બનાસકાંઠા જિલ્લાના માર્ગો ઉપર હવે બોલ મારી અંબે જય જય અંબે નો નાદ ગુંજી ઉઠશે.

પદયાત્રીકો ને આવકારવા સેવા કેમ્પો પણ સજ્જ થઈ રહ્યા છે: બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાંથી માતાજી ના દર્શને નિકળતા પદયાત્રીઓ ને આવકારવા માટે હાઈવે પર ઠેરઠેર સેવાકેમ્પો પણ સજ્જ થઇ રહ્યા છે જેમાં પદયાત્રીઓ ને રહેવા જમવા સહિત ચાર પાણી ની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે

વરસાદી માહોલને લઈ પદયાત્રીઓ માટે વોટરપ્રૂફ સામીયાણા તૈયાર થઈ રહ્યા છે: બનાસકાંઠા જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે પદયાત્રીઓમાં પણ કોઈ જાતની અગવડતા ન પડે તે માટે વિવિધ સંસ્થાઓ સંગઠનો અને સેવા ભાવિક કાર્યકરો દ્વારા વોટરપ્રૂફ સામીયાણા તૈયાર કરવામાં આવી રહ્યા છે

આ વર્ષે 12 સપ્ટેમ્બરથી મેળા નો પ્રારંભ થનાર છે: ભાદરવી પૂનમનો મેળો આવતા જ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં તેની ગુજ સંભળાતી હોય છે ત્યારે 12 સપ્ટેમ્બર થી શરૂ થઈ રહેલા ભાદરવી પૂનમના મેળા ને લઇ  અરવલ્લીના ડુંગરા થી માંડી સરહદી વિસ્તાર સુધી લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.