ભાદરવી પૂનમે મા અંબેના દર્શનનો લ્હાવો મળી શકશે

બનાસકાંઠા
બનાસકાંઠા 82

ભક્તોના આવિરત પ્રવાહને લઇ તંત્ર દ્વારા અંબાજી મંદિર ભાદરવી પૂનમ સુધી ખૂલ્લુ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. મંદિર ખૂલ્લું રાખવાના ર્નિણયથી હવે લાખોની સંખ્યામાં ભક્તો માં અંબાના દર્શન માટે આવી શકેશે તે માટે તંત્ર દ્વારા અંબાજીમાં વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. શક્તિ પીઠ અંબાજી મંદીર દર્શન માટે આવતા યાત્રિકોને કોઈ તકલીફ ના પડે તે માટે તંત્ર દ્વારા ભોજન અને આરોગ્ય વ્યવસ્થા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. તો બીજી તરફ કોરોનાની ગાઈડલાઇનને લઇ સેનેટાઈઝર, માસ્ક સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવશે. યાત્રિકોને લાવવા લઇ જવા માટે ૧૦૦ જેટલી એસટી બસોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે સુરક્ષાને લઇને પોલીસ વિભાગ દ્વારા ૫ હજાર જેટલા પોલીસ કર્મીઓ ફરજ બજાવશે. તો માતાજીના પ્રસાદ માટે ૯ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે.
યાત્રિકોની સેવા માટે ૧૦ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ તૈનાત રાખવામાં આવશે. જ્યારે યાત્રિકોને રેલીંગમાં પાણી માટેની સગવડ કરાઈ છે. ૧૫થી ૨૦ સપ્ટેમ્બર સુધી મંદિરના દર્શનના સમયમાં પણ વધારો કરાયો છે. વહેલી સવારે ૬ વાગ્યાથી રાત્રે ૧ઃ૩૦ વાગે સુધી મંદિર ખૂલ્લુ રહેશે. અંબાજી મંદિરને ખૂલ્લા રાખવાના તંત્રના ર્નિણયથી અંબાજી મંદિરને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું છે. ઘણા દિવસોથી યાત્રિકો અંબાજી મંદિરને લઇ રાહ જાેઈ રહ્યા હતા કે મેળો યોજાશે કે નહિ તેને લઇ યાત્રિકો મુંઝવણમાં હતા. જાેકે, હવે મંદિર ખૂલ્લું રાખવાના ર્નિણયથી ભક્તોમાં આનંદ છવાયો છે. તેમજ હજારોની સંખ્યામાં હાલ યાત્રિકો અંબાજી મંદિર દર્શન માટે આવતા જાેવા મળી રહ્યા છે.

અંબાજીમાં દસ ૧૦૮ એમ્બ્યુલન્સની ફાળવણી કરાઇ
યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમને અનુલક્ષીને યાત્રિકોને સમયસર મેડીકલ સેવા મળી રહે તે માટે અંબાજી શક્તિ દ્વાર, અંબાજી ઇમરજન્સિ ગેટ, દાંતા રાવણ ટેકરી, અંબાજી ત્રિશુળીયા ઘાટ, અંબાજી ગબ્બર, અંબાજી હિમ્મત નગર હાઇવે હડાદ, જલોત્રા, નવા વાસ અડેરણ ચોકડી, સતલાસણા, વડગામ આમ દસ એમ્બ્યુલંસની ફાળવણી કરાઇ હોવાનું ઉત્તર ગુજરાત પ્રોગ્રામ મેનેજર કમલેશકુમાર પઢીયાર અને બનાસકાંઠા સુપર વાઇઝર નિતનભાઇ ગોડાદરાએ જણાવ્યુ હતુ.

યાત્રાધામ અંબાજીમાં ૪૫૦૦ થી ૫૦૦૦ જવાનો ફરજ પર તૈનાત
કોરોનાની મહામારીના કારણે આ વખતે ભાદરવી પૂનમનો મેળાની કોઇ સત્તાવાર જાહેરાત કરાઇ નથી.પરંતુ યાત્રિકો માં અંબાના દર્શનેપગપાળા જઇ રહ્યા છે. જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને યાત્રિકો કોઇ મુશ્કેલી ન પડે તે માટે બનાસકાંઠામાંથી પોલીસ અધિકારી તેમજ પોલીસ જવાનો અને હોમગાર્ડ અધિકારીઓ તેમજ હોમગાર્ડ જવાનો કુલ મળી ૪૫૦૦ થી ૫૦૦૦ જવાનોને અંબાજી ફરજ ઉપર મુકાયા છે. જેથી સોમવારે પાલનપુર ખાતેથી પોલીસ સ્ટાફ તથા હોમગાર્ડ જવાનો અંબાજી જવા માટે રવાના થયા હતા.

યાત્રાધામ ખાતે ભક્તો આવી પહોંચતા અંબાજી તળેટીમાં ભોજનાલય શરૂ | મા અંબેનો પ્રસાદ લઈને ભક્તોએ ધન્યતા અનુભવી
મા જગત જનનીના ધામ એવા અંબાજીમાં ભક્તોનું માંના ધામમાં ઘોડાપુર ઉમટી પડ્યું છે અરવલ્લીની ગિરિમાળાઓ ‘બોલ માડી અંબે જય જય અંબે’ના નાદથી ગુંજી ઉઠી છે. અત્યાર સુધી લાખો ભક્તો માના દર્શન કરી ચુક્યા છે અગિયારસથી પૂનમ સુધી અંબાજીમાં મેળો હોય છે દર વર્ષે લાખો ભક્તો માના ચરણોમાં શીશ ઝુકાવવા આવતા હોય છે. ભક્તો માટે હજારોની સંખ્યામાં અનેક પ્રકારના સેવા કેમ્પ લાગે છે ત્યારે આજે અંબાજી તળેટીમાં રાજકોટ ટ્રસ્ટના સેવાભાવી લોકોએ ભક્તો માટે નિઃશુલ્ક ભોજનાલય શરૂ કર્યું છે. આ સેવા કેમ્પ છેલ્લા ૨૦ વર્ષથી કાર્યરથ છે. દરરોજ અલગ અલગ પ્રસાદ સ્વરૂપે ભોજન બનાવવામાં આવી રહ્યું છે. જેનો હજારો માના ભક્તો લાભ લેતા હોય છે. આ વર્ષે પણ અંબાજી મંદિરના સહયોગ થકી ભોજનાલય કાર્યરત કરાયું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.