ભાભર પોલીસે મીઠા ગામમાંથી જુગાર ધામ ઝડપાયું : ૧૮ સામે ગુન્હો નોંધ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

(રખેવાળ ન્યૂઝ)ભાભર, ભાભર તાલુકાના મીઠા ગામે પોલીસે જુગાર ધામ ઉપર રેડ કરી હતી. સ્થળ ઉપરથી પોલીસે રોકડ રકમ ૪૦૨૦૦ , મોબાઇલ ફોન નંગ-૧૨ અને મોટરસાયકલ નંગ-૪ સહિત ૨.૪૩ લાખનો મુદ્દામાલ કબજે કરી ૧૮ ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લાના ઉપરી અધિકારીઓની સુચનાઓ આધારે ભાભર પીએસઆઈ એન.વી.રહેવર અને સ્ટાફ ને મળેલી બાતમીના આધારે ભાભર તાલુકાના મીઠા ગામે આવેલ ચામુંડા માતાજીના મંદિર આગળ ખુલ્લા સિમેન્ટ ના ઓટલા ઉપર લાઈટના અજવાળે કેટલાક શખ્સો જુગાર રમતા હતા ત્યાં અચાનક રેડ કરતાં ૧૩ જુગારીઓ ગંજીપાના થી તીનપત્તીનો જુગાર રમતાં ઝડપાઈ ગયા હતા જ્યારે ૭ શખ્સો પોલીસને જાેઈ ફરાર થઈ ગયા હતા.

ભાભર પોલીસે સ્થળ પરથી રોકડ રકમ રૂ.૪૦૨૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૧૨ કિંમત રૂ.૬૮૦૦૦ અને મોટરસાયકલ નંગ-૪ કિંમત રૂપિયા ૧૩૫૦૦૦ મળી કુલ મુદ્દામાલ રૂ.૨,૪૩૨૦૦ નો કબજે કરી ૨૦ શખ્સો સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.