ભાભર – સણવા કેનાલમાં છેવાડાના ત્રણ ગામો સુધી પાણી ન પહોંચતા ખેડૂતોમાં આક્રોશ
રખેવાળ ન્યુઝ ભાભર : ભાભર ડીસ્ટ્રીબયુટરી કેનાલમાં છેવાડાના ત્રણ ગામો સણવા, લાડુલા અને મોતીસરી સુધી નર્મદાનું પાણી છેલ્લા દોઢ મહિનાથી ન પહોંચતું હોવાથી રવિ સિઝન બળી રહી છે. જેના કારણે ખેડૂતો મોટી સંખ્યામાં કેનાલ ઉપર એકઠા થઇ આક્રોશ વ્યક્ત કરતા હતા. ખેડૂતોએ લાખો રૂપિયા ખર્ચીને નર્મદા પાણી ભરોસે શિયાળુ ખેતી તૈયાર કરવામાં આવી હતી. પરંતુ જવાબદાર તંત્રના ગેરવહીવટથી છેવાડા ના વિસ્તારોમાં પાણી પહોંચતું નથી જેના કારણે ખેડૂતોમાં આક્રોશ ફેલાયો છે. તંત્ર દ્વારા નર્મદા પાણી નો બેફામ વેડફાઈ જતું રોકી સણવા ડિસ્ટ્રીક કેનાલ છેવાડાના વિસ્તારોમાં પાણી પહોંચતું કરાય તેવી માંગ ઉઠી છે.