સાવચેત રહેજો તમને પણ આવી શકે છે PMOમાંથી બંગલો ભેટ આપવાનો ફોન!
બનાસકાંઠા જિલ્લામાં ભાજપના સિનિયર મહિલા કાર્યકરને પીએમ મોદીના અંગત સચિવના નામે ફોન કરી બંગલો ભેટ આપવાની લાલચ આપી છેતરપીંડી આચારવાનો પ્રયાસ કરાતા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે.સાવચેત રહેજો કારણકે હવે એક નવી ટ્રીક અપનાવી સાયબર ફ્રોડ કરતી ટોળકી દ્વારા છેતરવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે અને જો તમે લાલચમાં આવ્યા તો તમારા બેંક ખાતામાંથી લાખો રૂપિયા ગાયબ થઈ શકે છે કારણ કે આ ટોળકી દ્વારા હવે ભાજપના સિનિયર કાર્યકરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે ત્યારે આવોજ એક કિસ્સો બનાસકાંઠાના પાલનપુરથી સામે આવ્યો છે જેમાં ભાજપના સિનિયર મહિલા કાર્યકર અને પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ કુમુદબેન જોશીને પણ પીએમના અંગત સચિવના નામે વાત કરી બંગલો ભેટ આપવાની લાલચ આપવામાં આવી હતી
ફોન પર વાત કરનાર વ્યક્તિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંગત સચિવ પી.કે મિશ્રાના નામે વાત કરી હતી અને કહ્યું કે ભાજપના સિનિયર નેતાઓ જે છે તેમને વડાપ્રધાન બંગલાની ભેટ આપી રહ્યા છે જેમાં તમને પણ એક બંગલો આપવામાં આવી રહ્યો છે માટે આ વાત અન્ય કોઈને કહ્યા વિના આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટની માંગ કરી હતી એટલું જ નહીં ફોન કરનાર વ્યક્તિએ કહ્યું કે રાજસ્થાનના પૂર્વ સીએમ વસુંધરા રાજેની દેખરેખમાં 100 એકર જમીનમાં પાંચ કરોડની કિંમતના 100 બંગલા બનાવવામાં આવી રહ્યા છે જેમાંથી એક બંગલો તમને ભેટ આપવામાં આવશે.
જોકે આ ટોળકી દ્વારા આવા ઘણા પ્રકારના કોલ કરી છેતરવાનો પ્રયાસ શરૂ કરાતા સાયબર ક્રાઇમ અમદાવાદ પણ એલર્ટ બની છે જેથી આ નંબર પરથી જે કોઈ કોલ કરાયા છે તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે કુમુદબેન જોશીને પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સંપર્ક કરી આ ફોર્ડ કોલ હોવાનું જણાવ્યું હતું ત્યારે કુમુદબેન જોષીએ પાલનપુર સાયબર ક્રાઇમમાં ગઈકાલ 22 જુલાઈના રોજ ફરિયાદ નોંધાવી છે.
આ કિસ્સા પરથી એ સમજી શકાય છે કે આ ટોળકી હવે ભાજપના સિનિયર કાર્યકરોને કોલ કરીને લાલચ આપી રહી છે જેથી આવા કોઈ પણ કોલમાં અંગત માહિતી કે ડોક્યુમેન્ટ ન આપવા માટે સાયબર ક્રાઇમ દ્વારા અપીલ કરાઈ છે,આ ટોળકીની લાલચમાં કોઈ આવે તો તેના બેન્ક એકાઉન્ટ માંથી પૈસા નીકાળવામાં માહિર છે આ ટોળકી જોકે હવે ફરિયાદ તો નોંધાઈ છે પરંતુ વડાપ્રધાનના અંગત સચિવ ના નામે છેતરપિંડી આચરનારા આવા સાયબર ફોર કરતા વ્યક્તિઓ સુધી પોલીસ ક્યારે પહોંચે છે તે જોવું રહ્યું.
Tags Be careful from PMO! gift call