બનાસકાંઠાના ભાજપ અગ્રણીના પુત્રની શરમજનક હરકતથી ખળભળાટ

ગુજરાત
ગુજરાત 97

રખેવાળ ન્યુઝ ડીસા : અમદાવાદના વસ્ત્રાપુરમાં રહેતી ૨૧ વર્ષીય યુવતી ફેસબુક માધ્યમથી ડીસાના અને બનાસકાંઠાના ભાજપ એક અગ્રણીના પુત્ર સાથે મિત્રતા થઈ હતી. ત્યારબાદ બંન્ને વિડીયો કોલ પર વાતો કરતા હતા દરમિયાન એક દિવસ યુવકે યુવીતે કપડા ઉતારવાનું કહીને ફોટા પાડી લીધા હતા. બાદમાં આ ફોટા સોશીયલ મિડીયા પર વહેતા કરવાની ધમકી આપીને અવાર નવાર દુષકર્મ ગુજાર્યુ હતુ. યુવતીએ આ અંગેની જાણ તેના માતા-પિતાને કરી હતી. બાદમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પીડીતાએ દુષકર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તમામ ચક્રોગતિમાન કર્યા છે. બીજી તરફ ભાજપ અગ્રણીના પુત્રની આ હરકતથી જીલ્લાનું ભાજપ સંગઠન પણ શરમ અનુભવે છે. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં પોતાના પરિવાર સાથે રહેતા ૨૧ વર્ષીય યુવતી ખાનગી દુકાનમાં કામ કરે છે. આ દરમિયાન તે માર્ચ ૨૦૨૦માં ફેસબુકથી મૂળ બનાસકાંઠાના ડીસાના યુવક હર્ષવર્ધન વિજયભાઈ ચક્રવર્તીર્ના સંપર્કમાં આવી હતી. ત્યાર બાદ તેમની વચ્ચે મોબાઈલ પર વાત થતી હતી. થોડી મિત્રતા બાદ યુવકે જુલાઇ ૨૦૨૦માં યુવતીને વીડિયો ફોન કરી તેને પોતાની વાતોમાં ફસાવીને ઉપરના કપડાં ઉતારવા કહ્યું હતુ. યુવતી તે યુવકની વાતોમાં આવી ગઇ હતી અને તેણે કપડાં ઉતારી દીધા હતા. જે દરમિયાન આરોપી યુવકે યુવતીના ફોટો પાડી લીધા હતા. ત્યાર બાદ તેઓ પહેલીવાર નવેમ્બર, ૨૦૨૦માં મળ્યા હતા. જે બાદ થોડા કલાકો વાત કર્યા બાદ બંને છૂટા પડી ગયા હતા. ૧૨ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ આરોપી યુવકના યુવતી ઉપર ફોન આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે, મારા ઘરમાં બીજી છોકરી સાથે લગ્નની વાત ચાલી રહી છે. જેથી તું મળવા આવ પરંતુ યુવતીએ ના પાડતા આરોપીએ નગ્ન ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ હર્ષવર્ધને યુવતીના ઘર પાસેથી બાઈક પર લઈને એક હોટલમાં ગયો હતો અને તેને સોફ્ટ ડ્રિન્કમાં કેફી પદાર્થ નીખી દીધો હતો. જેથી યુવતીએ સોફ્ટ ડ્રિન્ક પી લેતા તે બેભાન થઈ ગઈ હતી ત્યારે યુવતી તેની સાથે દુષકર્મ કર્યુ હતુ. જાે કે યુવતીને હોશ આવતા પુછપરછ કરી ત્યારે યુવકે તેની સાથે શરીરીક સંબંધ બાંધ્યા હોવાનું જણાવ્યુ હતુ. જેથી યુવતી રડતી રડતી પોતાના ઘરે જવાની વાત કરી ત્યારે યુવકે તેના ફોનમાં દુષકર્મ કરતા ફોટા પાડી લીધા હતા અને તે બતાવી તેને ધમકાવી રહ્યો હતો. બાદમાં યુવક યુવતીને લઈને બીજી હોટલામાં લઈ ગયો હતો અને તેના ફોટા વહેતા કરવાનું કહીને બીજી વખત દુષકર્મ કર્યુ હતુ. બાદ યુવક યુવતીને કોર્ટમાં લઈ જઈને જબરદસ્તી લિવ ઈન રીલેશન શિપના કાગળ પર સહીઓ કરાવી હતી. અને જાે સહી નહી કરે તો તેના નગ્ન ફોટા સોશિયલ મિડીયામાં વહેતા કરી દેવાની ધમકી પણ આપી હતી. દરમિયાન યુવતીએ તે અંગેની જાણ તેના માતા- પિતાને કરી હતી. જેથી તેના માતા-પિતાએ યુવતીને સાથે રાખી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં યુવતી પોતાની સાથે થયેલી ઘટનાની જાણ થતા પોલીસે દુષકર્મ સહીતનો ગુનો નોંધી આરોપીઓને પકડવા માટેની તપાસ હાથ ધરી છે.

પોલીસ ફરિયાદ કરશો તો યુવતીના નગ્ન ફોટા અને વિડીયો સોશીયલ મિડીયામાં વહેતા કરવાની ધમકી આપી
યુવતીએ તેની માતા- પિતાને જાણ કરતા તેઓ યુવકને મળવા ગયા હતા. જ્યાં યુવકે જણાવ્યુ હતુ કે, જાે તમે પોલીસ ફરિયાદ કરશો તો તમારી છોકરીના નગ્ન ફોટા અને વિડીયો મારા મોબાઈલમાં છે જે સોશીયલ મિડીયા પર વહેતા કરી દઈશ. જાે તમે પોલીસ ફરિયાદ નહી કરો તો જ ફોટા તથા વીડીયો ડીલીટ કરીશ ત્યાં સુધી ડીલીટ નહીં કરુ અને તમે પોલીસ ફરિયાદ કરશો તો પણ અમારુ કંઈ બગાડી નહી શકો. અમારી પાસે બચવાના બધા પુરાવા છે તેવી ધમકી આપી આપતો હતો. જાે કે છોકરી બદનામ ન થાય તે માટે પહેલા તો પોલીસ ફરિયાદ કરી ન હતી.

યુવતીના માતા-પિતાને ખોટા કેસમાં ફસાવી દેવાની પણ ધમકી
એક દિવસ આરોપીની માતાએ પીડીતાના માતા-પિતાને ફોન કરીને કહ્યુ હતુ કે, મારો દિકરો કશું ખાતો પીતો નથી અને તેને કંઈ થશે તો તમને બધાને મારી નાખીશ તેમ કહીને ગાળો બોલીને ખોટા કેસમાં ફસાવી દેવાની પણ ધમકી આપી હતી. ત્યારબાદ પીડીતાએ પોલીસ ફરિયાદમાં યુવક સહીત તેની માતાનો પણ આરોપી તરીકે સમાવેશ કર્યો હતો.

પીડીતાના ફોટા અને વિડીયો વહેતા કરી બદનામ કરી હતી
આરોપીએ યુવતીના ફોટા અને વિડીયો ડીલીટ કર્યા ન હતા. થોડા દિવસો પછી આરોપીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પીડીતાના નગ્ન ફોટા અને વિડીયો વહેતા કરી દીધા હતા. જાે કે આ અંગેની જાણ પીડીતાને તથા તેના પરિવારજનોને થઈ હતી. ત્યારબાદ પરિવારજનો પીડીતાને લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં તેણે યુવક અને તેની માતાના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે.

લીવ લઈન રીલેશનશીપમાં રહેવા સ્ટેમ્પ પેપર ઉપર સહીં કરાવી
હર્ષવર્ધન યુવતીને મીરઝાપુર કોર્ટમાં લઈ ગયો હતો. ત્યાં સ્ટેમ્પ પેપર ઉપર બંને લીવ લઈન રીલેશનશીપમાં રહેવા માંગતા હોવાના લખાણ ઉપર યુવતીને સહીં કરવા કહ્યું હતુ. સપનાએ સહીં કરવાની ના પાડી દેતા તેના ફોટા – વીડિયો વહેતા કરવાની ધમકી આપતા યુવતીએ સહીં કરી દીધી હતી.જેથી યુવતી તેને મળવા આવી હતી. આરોપી યુવકે પોતાની બુલેટ મૂકી ત્યાંથી ઉબેરમાં સરખેજ હાઈવે પર એક હોટેલમાં લઈ ગયો અને ત્યાં જમવાનું અને સોફ્ટ ડ્રિન્ક મંગાવ્યુ હતુ. આ પીણામાં કેફી પદાર્થ નાખી દીધો હતો. જેનાથી યુવતી બેભાન થઈ ગઇ હતી. સાંજે જયારે તે જાગી ત્યારે પ્રવાઇવેટ પાર્ટમાં દુખાવો થતા તેને આરોપી યુવકને પૂછ્યું તેને શારીરિક સંબંધ બાંધ્યા હોવાની વાત કહી અને તેના ફોટો પણ પડાવી લીધા હોવાનું કહ્યું હતુ. ત્યાર બાદ યુવતીને ૧૩ ડિસેમ્બરના રોજ એલિસબ્રિજની એક હોટેલમાં લઈ જઈ ફોટો વાયરલ કરવાની ધમકી આપી ફરી બળાત્કાર કાર્યો હોવાનું સામે આવ્યું છે.

યુવતીએ હર્ષવર્ધનની બહેનને દૂષ્કર્મ કર્યુ હોવાની જાણ કરી હતી
હર્ષવર્ધને દૂષ્કર્મ કર્યુ હોવાની જાણ યુવતીએ હર્ષવર્ધનની બહેનને કરી હતી. જેથી તેની બહેને યુવતીને કહ્યું હતુ કે તુ ચિંતા ના કરીશ મારો ભાઈ તારી સાથે લગ્ન કરશે. તેમ કહીને હર્ષવર્ધનની બહેને યુવતીના માતા – પિતા તેમજ હર્ષવર્ધનના માતા – પિતાની મુલાકાત કરાવી હતી. ત્યાં પણ યુવતીએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી અને હર્ષવર્ધને તેની સાથે કરેલા દૂષ્કર્મની વાત કરતા યુવતીના પિતાએ પોલીસ ફરિયાદ કરવા જણાવ્યું હતુ. ત્યારે હર્ષવર્ધને યુવતીના વાઇરલ કરવાની ધમકી આપી હતી.

યુવકના પિતા ભાજપમાંથી વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂકેલા છે
હર્ષવર્ધન ચક્રવતી ડીસાના ભાજપના નેતાના પુત્ર છે અને તેઓ અગાઉ વડગામમાં ભાજપમાંથી વિધાનસભાના ઉમેદવાર તરીકે ચૂંટણી પણ લડી ચૂકેલા છે અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પણ રહી ચૂકયા છે ત્યારે આ ઘટનાને લઇને બનાસકાંઠા જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે.

ભાજપ સાથે જાેડાણ એટલે કાયદા ભંગ કરવાનો પરવાનો
છેલ્લા બે દાયકા કરતા પણ વધુ સમયથી રાજ્યમાં ભાજપનું સાશન છે જેના કારણે કેટલાક ભાજપના બની બેઠેલા નેતાઓ ફાટીને ધૂમાડે ગયા છે. તેમના પરિવારજનોના પણ અવનવા કારસ્તાનો આયે દિન મીડિયામાં ચમકતા રહે છે. તેથી કાયદો આમ પ્રજા માટે છે ભાજપ માટે નહીં તેવી લોકો મજાક કરે છે પણ આ મજાકને લઈ વિશ્વની મોટી પાર્ટી બદનામ થાય છે. જેનું પાર્ટીને આગામી સમયે ન ભરપાઈ થાય તેવું નુકસાન થઈ શકે છે ત્યારે મોવડી મંડળ પાર્ટીને બદનામ કરતા નેતાઓ સામે લાલ આંખ કરે તે સમયનો તકાજાે છે. વધુમાં આરોપી યુવકની માતા અને ભાજપ અગ્રણી પત્નીએ પણ પીડીતાના માતા-પિતાને ધમકી આપી હતી. એટલેકે તેમને પણ કાયદા ભંગ કરવાનો પરવાનો મળી ગયો છે શું ?


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.