
બનાસકાંઠાના ભાભરમાં વાવાઝોડા સાથે વરસાદ, ધરતીપુત્રો ચિંતિત બન્યા
બનાસકાંઠાના જિલ્લામાં કમોસમી વરાળ વરસ્યો છે, જિલ્લાના ભાભરમાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો છે. જોરદાર વાવાજોડાથી બેનરો ઉડવા લાગ્યા હતા. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. ભાભરમાં સાંજના સમયે વરસાદી ઝાપટું આવ્યું હતું. કમોસમી વરસાદથી ધરતીપુત્રો ચિંતિત બન્યા છે.