બનાસકાંઠાની મહિલા ફૂટબોલ ટીમ અમદાવાદ જિલ્લાને ફાઈનલ માં હરાવી રાજ્ય કક્ષાએ ચેમ્પિયન બની
બનાસકાંઠા જીલ્લાની જુનીયર ટીમ બાદ સીનીયર મહિલા ટીમ પણ સ્ટેટ કક્ષાએ ચેમ્પિયન બની ફૂટબોલ ની રમત ક્ષેત્રે ગ્રામીણ કક્ષાની બનાસકાંઠા જીલ્લ્લાની ટીમે દબદબો હાસિલ કર્યો.
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત સિનિયર ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટ જે રાજકોટ મુકામે તા:૧૦/૦૯ થી ૧૫/૦૯ માં આયોજિત કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં ગુજરાતના આઠ જિલ્લા ટીમો જેમાં કચ્છ, બનાસકાંઠા, સુરત,પાટણ, રાજકોટ અમદાવાદ ગાંધીનગર અને ભાવનગર જિલ્લાની ટીમોએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ આજ રોજ રવિવાર તારીખ ૧૫ સપ્ટેમ્બરે રાજકોટ મુકામે બનાસકાંઠાજીલ્લા અને અમદાવાદ જિલ્લાની ટીમ વચ્ચે રમાઈ હતી. બનાસકાંઠા જિલ્લા મહિલા ફૂટબોલની ટીમે અમદાવાદ ને ૧-૦ થી હરાવી ફાઇનલમાં વિજેતા થઈ ઘોષિત થઇ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે,બનાસકાંઠાની ટીમે આ ટુર્નામેન્ટમાં સુંદર રમતનું પ્રદર્શન કરી કચ્છ જિલ્લાની ટીમને ૪૬-૦ થી હરાવ્યુ સુરત જિલ્લાની ટીમને ૭-૦ થી હરાવ્યું પાટણ જિલ્લા ની ટીમને ૩-૧ થી હરાવી અને સેમી ફાઇનલમાં રાજકોટની ટીમને ૫-૦ થી હરાવી ફાઇનલમાં પહોંચી હતી. આજરોજ ફાઈનલ મેચમાં અમદાવાદ ની ટીમને હરાવી ફાઇનલમાં સ્ટેટ લેવલે ચેમ્પિયન બની છે.
ખાસ નોધનીય બાબત એ પણ રહી કે, ગત માસમાં મહિલા જુનિયર ટીમ પણ ગુજરાત કક્ષાએ સ્ટેટ લેવલે ચેમ્પિયન બની જિલ્લાનું ગૌરવ વધારેલ હતું. વર્તમાન સમયમાં બનાસકાંઠા જિલ્લા નો ફૂટબોલમાં ડંકો વાગી રહ્યો છે. અને અનેકો પ્લેયર સ્ટેટની ટીમ વતી નેશનલ ટુર્નામેન્ટ રમી રહ્યા છે.