બનાસકાંઠા દિવસભર ભારે ઉકળાટ અને બફારાથી પ્રજાજનો ત્રાહિમામ

બનાસકાંઠા
બનાસકાંઠા 168

સમગ્ર રાજ્યમાં ભાદરવાનો વરસાદી માહોલ જામ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ સતત વરસાદી ઝાપટાંઓ પડી રહ્યા છે. મંગળવારના દિવસભર ભારે ઉકળાટ અને બફારાનું પ્રમાણ જાેવા મળ્યું હતું. અપુરતા વરસાદને લઇ ગરમી યથાવત રહેતા લોકો દિવસભર ભાદરવાની આકરી ગરમીથી ત્રાહિમામ પોકારી ઊઠયા હતા. પરંતુ ત્યારબાદ સાંજના સુમારે વાતાવરણમાં અચાનક પલટો આવતા આકાશમાં કાળા ડિબાંગ વાદળોની સાથે અનેક સ્થળો પર ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. ડીસા શહેર સહિત પંથકના અનેક ભાગોમાં વરસાદનું જાેરદાર ઝાપટું પડતાં વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી. ડીસાનુ દિવસભર મહત્તમ
તાપમાન ૩૫.૪ ડીગ્રી નોંધાયું હતું. જાેકે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૫ ટકા નોંધાયું હતું.

આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે ભાદરવામાં ભરપૂર વરસાદની કરેલી આગાહી મુજબ સૌરાષ્ટ્ર જળ બંબાકાર થઈ ગયું છે પણ બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં અપૂરતો વરસાદ થયો છે. જાે કે જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ઉત્તર ગુજરાતમાં પણ તા.૧૫, ૧૭ અને ૨૨ સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદની આગાહી કરી છે. તેથી ખેડૂતોની આંખોમાં હજી પણ ઉંડે ઊંડે ભરપુર વરસાદનો આશાવાદ છવાયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.