બનાસકાંઠાઃ ૨ શહેરોમાં આંશિક લોકડાઉન કર્યું, કડક નિયમો લાગૂ

બનાસકાંઠા
બનાસકાંઠા 116

બનાસકાંઠા જિલ્લામાં કોરોના કહેર બેફામ બનતાં વહીવટી તંત્રએ આખરે નિર્ણય કર્યો છે. પાલનપુર અને ડીસા શહેરમાં આગામી ૧૦ દિવસ આંશિક લોકડાઉન જેવી સ્થિતિ લાગૂ પડી છે. સાંજના ૪ વાગ્યા પછી આવશ્યક ચીજવસ્તુઓ સિવાય તમામ વેપાર ધંધા બંધ રાખવા કલેક્ટર આદેશ કર્યો છે. બંને શહેરોમાં વારંવાર કોરોના દર્દીઓ સામે આવતાં સંક્રમણ ચિંતાજનક બન્યું છે. અનલોક દરમ્યાન ચેપનો ફેલાવો વધી જતાં તંત્ર દ્વારા કડક જોગવાઈઓ લાગૂ કરવામાં આવી છે.

પાલનપુર અને ડીસા શહેરમાં કોરોના વાયરસનો આતંક વધી જતાં ફરીથી કડક જોગવાઈઓ આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી આ બંને શહેરોના અલગ અલગ વિસ્તારોમાં સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યું છે. રોજેરોજ જાહેર થતી દર્દીઓની સંખ્યામાં મોટાભાગના પાલનપુર અને ડીસાના આવી રહ્યા છે. કોરોના સંક્રમણ અનિશ્ચિત અને અમર્યાદિત બનતાં ચેપની ચેનલ તોડવી મુશ્કેલ બની છે. આથી જિલ્લા કલેક્ટરે પાલનપુર અને ડીસા શહેરમાં સવારે ૭થી ૪ વાગ્યા સુધી વેપાર ચાલુ રાખવા જણાવ્યું છે. ૪ વાગ્યા પછી આ બંને શહેરોમાં આવશ્યક સેવાઓ સિવાય તમામ વેપાર, વાણિજ્ય અને ઔધોગિક હેતુના એકમ બંધ રાખવા આદેશ થયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.