
દિયોદર કોર્ટના 9 વર્ષ જૂના કેસમાં ફરાર આરોપીને બનાસકાંઠા પેરોલ ફર્લોની ટીમે ઝડપી પાડ્યો
બનાસકાંઠા જીલ્લાનાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડવા સારું આપેલ સૂચના અંતર્ગત આર.એસ.લશ્કરી પોલીસ સબ ઈન્સ્પેક્ટર પેરોલ ફર્લો સ્કોડ પાલનપુરનાઓના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કોડ પાલનપુરની ટીમ નાસતા ફરતા આરોપીઓની તપાસમા હતી દરમિયાન ટીમ ને મળેલ ખાનગી હકીકત આધારે દિયોદર કોર્ટના સને 2015 ના ગુનામાં ઘણા સમયથી કોર્ટમાં હાજર ન રહેતા આરોપી અશ્વિનભાઈ પરથીભાઈ રાવળ રહે સાસમ પાલનપુર વાળાને સાસમ મુકામે ઝડપી પાડ્યો હતો અને આગળની કાર્યવાહી કરવા ગઢ પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યો હતો જોકે ગઢ પોલીસે ઈસમ ની અટકાયત કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.