બનાસકાંઠા ખાણ ખનિજ વિભાગનો સપાટો: ખનીજ ચોરી કરતા ત્રણ વાહનો સહિત રૂ.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
બનાસકાંઠા જિલ્લામાં ખનીજ ચોરીની બુમરાણ વચ્ચે ભૂસ્તર શાખા દ્વારા સપાટો બોલાવતા પાલનપુરના અમદાવાદ હાઇવે પરથી ખનીજ ચોરી કરતા 03 વાહનો ઝડપી લીધા હતા. ભૂસ્તર વિભાગે રૂ. 60 લાખનો મુદામાલ જપ્ત કરી દંડ વસુલવાની તજવીજ હાથ ધરાઈ છે.
બનાસકાંઠા જિલ્લામાં ભૂસ્તરશાસ્ત્રી જિલ્લામાં ખનિજ ચોરી રોકવા કડક કાર્યવાહી કરતાં બનાસકાંઠા જિલ્લાની આવકમાં વધારો થયેલ છે. બનાસકાંઠા જિલ્લામાં થતી ખનિજ ચોરી અંગેની માહિતી મેળવીને કચેરીના સ્ટાફની ટીમો બનાવી જિલ્લાના વિવિધ સ્થળોએ ગત રોજ ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં બિલ્ડીંગસ્ટોન અને કવાર્ટઝ જેવા ખનિજ ચોરી કરતાં 03 વાહનો પાલનપુર-અમદાવાદ હાઇવે ખાતેથી ઝડપી પાડવામાં આવેલ હતા. જે તમામ વાહનો અંદાજિત રૂ.60 લાખનો મુદૃામાલ જપ્ત કરી દંડની વસુલાત શરૂ કરવામાં આવેલ છે. આગામી દિવસોમાં જિલ્લાના તમામ વિસ્તારોમાં સતત ચેકીંગ હાથ ધરી ખનિજ ચોરી સામે કડક કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું ભૂસ્તર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.