બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ડીસાના માલગઢ ગામમાંથી જુગાર રમતા સાત શખ્સોને ઝડપી પાડ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ વી.જી પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના પીએસઆઇ એસ.બી.રાજગોર સ્ટાફના નરેશભાઈ મુકેશભાઈ કાનસિંહ, જોરાવરસિંહ સહિતની ટીમ સાથે ગઈકાલે ડીસામાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે ડીસા તાલુકાના માલગઢ ગામે આવેલ વૈષ્ણોદેવી કોલ્ડ સ્ટોરેજની પાછળના ભાગે આવેલ ડાહ્યાભાઈ ચમનાભાઈ માળી ના ખેતરે બનાવેલ રહેણાંક ઘરની આગળના ભાગે લાઈટના અજવાળે ખુલ્લી જગ્યામાં જાહેરમાં કેટલાક ઈસમો પૈસા વડે હાર જીતનો જુગાર રમી રહ્યા હતા જેથી પોલીસે જુગાર રમતા સાત શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા તેમની પાસેથી પોલીસે જુગારનું સાહિત્ય રોકડ રકમ મોબાઈલ બાઈક સહિત મળી કુલ ૧,૬૩,૧૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી સાત જણાને રંગે હાથ ઝડપી પાડ્યા હતા.

જ્યારે એક ફરાર છે પોલીસે તમામ સામે જુગાર ધારા એક્ટ મુજબનો ગુનો નોંધ્યો છે ઝડપાયેલ આરોપીઓ ના નામ (૧) દિનેશભાઈ કરશનભાઈ માળી રહે.એન.આર.પાર્ક,ડીસા (૨) અશોકભાઈ રમેશભાઈ માળી રહે.માલગઢ તા.ડીસા (૩) રસીકભાઈ અશોકભાઈ માળી રહે.વડાવળ તા.ડીસા (૪) કલ્પેશભાઈ દેવજીભાઈ માળી રહે.માલગઢ તા.ડીસા (૫) અનિલભાઈ કેશભાઈ માળી રહે.વડાવળ તા.ડીસા (૬) વિરેશભાઈ પ્રહલાદભાઈ માળી રહે.માલગઢ તા.ડીસા (૭) વસંતકુમાર કુંદનભાઈ પઢિયાર (માળી) રહે.માલગઢ તા.ડીસા વોન્ટેડ આરોપી – (૧) ડાહ્યાભાઈ ચમનાભાઈ માળી રહે.માલગઢ તા.ડીસા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.